સ્માર્ટ ફોન માર્કેટ પર કોરોનાનો માર, વેચાણમાં 38 ટકાનો ઘટાડો

24 March, 2020 02:33 PM IST  |  New Delhi | Agencies

સ્માર્ટ ફોન માર્કેટ પર કોરોનાનો માર, વેચાણમાં 38 ટકાનો ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની અસર ઇકૉનૉમિ પર પડી રહી છે. તમામ સૅક્ટર તેના કારણે પ્રભાવિત થયા છે અને હંમેશાં તેજીમાં રહેતું સ્માર્ટ ફોનનું માર્કેટ પણ તેના સપાટામાં આવી ગયું છે.

પહેલી વખત સ્માર્ટ ફોનની માર્કેટમાં ૩૮ ટકાનો ઘટાડો થયો છે. એક રિપોર્ટ પ્રમાણે ફેબ્રુઆરીમાં ગ્લોબલ સ્માર્ટ ફોન માર્કેટના શિપમેન્ટમાં ગયા વર્ષના મુકાબલે ૩૮ ટકાનો ઘટાડો થયો છે.

ગયા વર્ષ ફેબ્રુઆરી મહિનામાં આખી દુનિયામાં ૧૦ કરોડ જેટલા સ્માર્ટ ફોન વેચાયા હતા. આ મહિને માંડ ૬ કરોડ સ્માર્ટ ફોન વેચાઈ શક્યા છે. કોરોનાના કારણે પહેલાં માત્ર એશિયામાં માગ ઓછી થઈ હતી, પણ હવે આખી દુનિયામાં ફેલાઈ ગયેલા વાઇરસના કારણે ગ્લોબલ લેવલે પણ માગમાં ઘટાડો નોંધાયો છે.

એશિયાની કેટલીક ફૅક્ટરીઓએ મોબાઇલનું ઉત્પાદન પણ બંધ કર્યું છે. લોકો સ્માર્ટ ફોન ખરીદવા માટે રીટેલ સ્ટોર્સ સુધી જવા માગતા નથી. તેના કારણે ડિમાન્ડમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ભારતમાં પણ સ્માર્ટ ફોન માર્કેટ પર અસર પડવાની શક્યતા છે.

business news coronavirus covid19