કોરોનાને કારણે બાસમતી ચોખાના નિકાસ ઓર્ડરોને બ્રેક લાગી

15 May, 2021 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશમાંથી વીતેલા નાણાકીય વર્ષમાં ચોખાની ભલે વિક્રમી નિકાસ થઈ હોય, પંરતુ હાલના તબક્કે નિકાસ વેપાર એકદમ ધીમા ચાલી રહ્યા છે.

બાસમતી ચોખા

દેશમાંથી વીતેલા નાણાકીય વર્ષમાં ચોખાની ભલે વિક્રમી નિકાસ થઈ હોય, પંરતુ હાલના તબક્કે નિકાસ વેપાર એકદમ ધીમા ચાલી રહ્યા છે. દેશમાં કોરોનાના વાઇરસના કેસમાં વધારો અને ફ્રેઈટ ભાડાં વધી ગયાં હોવાથી નિકાસ વેપાર પર હાલ બ્રેક લાગી છે તેમ નિકાસકારોનું કહેવું છે.

ઑલ ઈન્ડિયા રાઇસ એક્સપોટર્સ અસોસિએશનના પ્રમુખ નાથીરામ ગુપ્તાએ જણાવ્યું હતું કે નવા નિકાસ ઓર્ડર અમુક માત્રામાં જ આવે છે. જ્યાં સુધી કોરોના વાઇરસની સ્થિતિમાં સુધારો નહીં થાય ત્યાં સુધી બાસમતી ચોખાની સારી માત્રામાં નિકાસ થાય તેવું લાગતું નથી.

ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બજારમાં તમામ રૂટનાં શિપિંગ ભાડાંમાં મોટો વધારો થયો છે અને ભારતમાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી અનેક રાજ્યોમાં લૉકડાઉન લાગુ કરાયું છે, જેને પગલે સરેરાશ ટૂંકા ગાળા માટે ચોખાની આવક નથી અને વેપાર પણ થઈ શકતા નથી. પરિણામે તેની મોટી અસર નિકાસ વેપાર પર પણ જોવા મળી રહી છે.

business news