કોરોના વાઈરસને લીધે શૅર બજારમાં કડાકો: સેન્સેક્સ 1129 અંક તૂટ્યું

28 February, 2020 11:07 AM IST  |  Mumbai | Sheetal Patel

કોરોના વાઈરસને લીધે શૅર બજારમાં કડાકો: સેન્સેક્સ 1129 અંક તૂટ્યું

શુક્રવારે ભારતીય શૅર બજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું. બીએસઈના સેન્સેક્સ 1129.10 અંક તૂટીને 38,616.56ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. જ્યાં એનએસઈના નિફ્ટી પણ 330.20 અંકોના ઘટાડા સાથે 11,303.10ના સ્તર પર કારોબાર કરતા દેખાયા, વૈશ્વિક બજારમાં આવેલા ભારે ઘટાડાની અસર ઘરેલૂ શૅર બજાર પણ પડી.

5 મિનિટમાં રોકાણકારોના 4 લાખ રૂપિયા પાણીમાં

બજારમાં આવેલા ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. અંદાજો તમે લગાવી શકો છો કે શૅર બજારમાં કારોબાર શરૂ થતા 5 મિનિટની અંદર જ રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા. બીએસઈના માર્કેટ કેપ ઘટીને 250 લાખ કરોડ રૂપિયાની નીચે આવી ગયા. એવો અનુમાન કરવામાં આવી રહ્યો છે કે ઝડપથી વધી રહેલા કોરોના વાઈરસના અસરથી વૈશ્વિક અર્થવ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે.

સમાચાર લખાય ત્યાં સુધી નિફ્ટી 50માં સામેલ કંપનીઓની વાત કરીએ તો ટેક મહિન્દ્રામાં 5.39%, ટાટા મોટર્સમાં 4.5%, બજાજ ફાઈનાન્સમાં 4.62%, ટાટા સ્ટીલમાં 4.47% અને JSW Steelના શૅરોમાં 4.15%નો ઘટાડો દેખાઈ રહ્યો છે.

સેન્સેક્સમાં સામેલ બધી કંપનીઓના શૅર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા. એનએસઈના બધા સેક્ટોરિયલ ઈન્ડેક્સ પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. સૌથી વધારે ઘટાડો નિફ્ટી મેટલમાં નોંધવામાં આવ્યો જે 3.696%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. વૉલ સ્ટ્રીટ પર પણ શૅરોમાં ઘટાડો નોંધવામાં આવ્યો. S&P 500 4.42% તૂટી ગયા જે ઑગસ્ટ 2011 બાદથી સૌથી મોટો ઘટાડો છે. એશિયાઈ બજારની વાત કરીએ તો જાપાનના નિક્કે 225માં શુક્રવારે 3.28%નો ઘટાડો નોંધવામાં આવ્યો. જ્યાં Topix ઈન્ડેક્સમાં 3.03%નો ઘટાડો જોવા મળ્યો. SGX Nifty 176 અંકોના ઘટાડા સાથે કારોબાર કરતા નજર આવ્યા. સિંગાપોર એક્સચેન્જ પર નિફ્ટી ફ્યૂચર્સનો કારોબાર લગભગ 11432ના સ્તર જોવા મળ્યો હતો.

sensex nifty bombay stock exchange business news national stock exchange