કોરોનાને કારણે દેશમાં લક્ષ્યાંકના માત્ર 7% જેટલું ડિસઇન્વેસ્ટમેન્ટ થયું

15 January, 2021 01:38 PM IST  |  Mumbai | Mumbai correspondent

કોરોનાને કારણે દેશમાં લક્ષ્યાંકના માત્ર 7% જેટલું ડિસઇન્વેસ્ટમેન્ટ થયું

પ્રતીકાત્મક તસવીર

કોરોના રોગચાળાએ દેશમાં ડિસઇન્વેસ્ટમેન્ટની સંપૂર્ણ પ્રક્રિયાને મોટો બ્રેક મારી દીધો હોવાનું સ્પષ્ટ થયું છે.
સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓમાંથી પોતાનો હિસ્સો વેચીને ૨.૧ લાખ કરોડ રૂપિયાનો ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ તેના માત્ર ૭ ટકા જેટલાં જ નાણાં અત્યાર સુધીમાં મળ્યાં છે. ભારત પેટ્રોલિયમ અને ઍર ઇન્ડિયામાંથી હિસ્સો વેચવાની સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના હજી સુધી અધ્ધર જ છે. હવે લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન (એલઆઇસી)ની ઇનિશ્યલ પબ્લિક ઑફર એકમાત્ર મોટો સહારો છે.
ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ પબ્લિક ઍસેટ મૅનેજમેન્ટની વેબસાઇટ પરથી લેવાયેલા આંકડાઓ દર્શાવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦-’૨૧માં બજેટના અંદાજ કરતાં ફક્ત ૭ ટકા જેટલું જ ડિસઇન્વેસ્ટમેન્ટ થયું છે.

business news