કોર સેક્ટરનો ગ્રોથ ઑક્ટોબરમાં ઘટીને ૦.૧ ટકા થયાે હતો

01 December, 2022 03:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઑક્ટોબરમાં ક્રૂડ ઑઇલ, નૅચરલ ગૅસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ અને સિમેન્ટના ઉત્પાદનમાં નકારાત્મક વૃદ્ધિદર નોંધાયો હતો. 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

આઠ મુખ્ય ક્ષેત્રોના ઉત્પાદનમાં વૃદ્ધિદર ગયા વર્ષના સમાન મહિનામાં ૮.૭ ટકાની સામે ઑક્ટોબરમાં ઘટીને ૦.૧ ટકા થયો હતો, એમ બુધવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડામાં જણાવાયું છે.
સપ્ટેમ્બરમાં કોર સેક્ટરનો આઉટપુટ ગ્રોથ ૭.૮ ટકા રહ્યો હતો.

કોલસો, ક્રૂડ ઑઇલ, નૅચરલ ગૅસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ, ફર્ટિલાઇઝર, સ્ટીલ, સિમેન્ટ અને ઇલેક્ટ્રિસિટીનાં આઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની ઉત્પાદન વૃદ્ધિ ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ઑક્ટોબર દરમ્યાન ૮.૨ટકા હતી, જે એક વર્ષ અગાઉ ૧૫.૬ ટકા હતી. ઑક્ટોબરમાં ક્રૂડ ઑઇલ, નૅચરલ ગૅસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ અને સિમેન્ટના ઉત્પાદનમાં નકારાત્મક વૃદ્ધિદર નોંધાયો હતો. 

business news