માર્ચનો રીટેલ ફુગાવાનો દર વધીને 5.52 ટકા થયો

13 April, 2021 10:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રીટેલ ફુગાવાનો દર ગયા ફેબ્રુઆરીના ૫.૦૩ ટકાથી વધીને માર્ચમાં ૫.૫૨ ટકા થયો હોવાનું સરકારે જાહેર કર્યું છે.

પ્રતીકાત્મક તસવીર

રીટેલ ફુગાવાનો દર ગયા ફેબ્રુઆરીના ૫.૦૩ ટકાથી વધીને માર્ચમાં ૫.૫૨ ટકા થયો હોવાનું સરકારે જાહેર કર્યું છે. નૅશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસે જાહેર કરેલા આંકડાઓ મુજબ માર્ચમાં ખાદ્યાન્નના ફુગાવાનો દર વધીને ૪.૯૪ ટકા થયો હતો, જે ફેબ્રુઆરીમાં ૩.૮૭ ટકા હતો. ઈંધણ અને વીજળીની શ્રેણીમાં ફેબ્રુઆરીના ૩.૫૩ ટકાની સામે માર્ચમાં ૪.૫૦નો દર થયો હતો. 

નોંધનીય છે કે આ મહિનાના પ્રારંભે રિઝર્વ બૅન્કે અંદાજ વ્યક્ત કર્યો હતો કે જાન્યુઆરીથી માર્ચ મહિનાનો રીટેલ ફુગાવાનો દર પાંચ ટકા અને વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ બે ક્વૉર્ટરનો દર ૫.૨ ટકા રહેશે. 

ગયા વર્ષે જૂનથી નવેમ્બર મહિનામાં રીટેલ ફુગાવાનો દર ૬ ટકાના દરે પહોંચ્યો હતો. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં એમાં ઘટાડો થયો હતો. જાન્યુઆરીનો દર ૪.૧ ટકા હતો. જોકે ફેબ્રુઆરીમાં એમાં વધારો થવાથી દર પાંચ ટકા થયો હતો. 

business news inflation