કૉમ્પિટિશન કમિશને સોની-ઝી મર્જર ડીલને શરતી મંજૂરી આપી

05 October, 2022 04:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સોદો સોનીને ભારતમાં મીડિયા બિઝનેસ વધારવામાં મદદ કરશે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે કૉમ્પિટિશન કમિશને મીડિયા જૂથો સોની અને ઝી વચ્ચેના પ્રસ્તાવિત મર્જરને શરતી મંજૂરી આપી હતી.

કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા (સીસીઆઈ)એ સંભવિત વિરોધી સ્પર્ધાત્મક ચિંતાઓને દૂર કરવા માટે પક્ષો દ્વારા પ્રસ્તાવિત સ્વૈચ્છિક ઉપાયોને સ્વીકાર્યા પછી મંજૂરી આપવામાં આવી છે, તેમ આ બાબત સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું.

સોની પિક્ચર્સ નેટવર્ક ઇન્ડિયા સાથે ઝી એન્ટરટેઇન્મેન્ટના પ્રસ્તાવિત વિલીનીકરણની જાહેરાત ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કરવામાં આવી હતી. આ સોદો સોનીને ભારતમાં એનો મીડિયા બિઝનેસ વધારવામાં મદદ કરશે. સોની પિક્ચર્સ એ સોની ગ્રુપ કૉર્પોરેશન, જપાનની પરોક્ષ સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.

business news