સીએનજીમાં ૮થી ૧૨ રૂપિયા વધી શકે

04 October, 2022 03:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાંધણગૅસ, જે પાઇપ દ્વારા પૂરો પડાય છે એના ભાવમાં યુનિટ દીઠ છ રૂપિયા વધી શકે

પ્રતીકાત્મક તસવીર

વિશ્લેષકોએ સોમવારે જણાવ્યું હતું કે સરકારે ઇન્પુટ નૅચરલ ગૅસના ભાવમાં વિક્રમજનક વધારો કર્યા બાદ સીએનજીના ભાવમાં કિલો દીઠ ૮થી ૧૨ રૂપિયા વધી શકે અને ઘરના રસોડામાં પાઇપ દ્વારા પહોંચાડવામાં આવતા ગૅસના ભાવમાં યુનિટ દીઠ ૬ રૂપિયાથી વધુનો વધારો થવાની શક્યતા છે.

સરકારે ગયા અઠવાડિયે એપીએમ ગૅસ નામનાં જૂનાં ક્ષેત્રોમાંથી ઉત્પાદિત ઘૅસના ભાવ ૬.૧ ડૉલરથી વધારીને ૮.૫૭ ડૉલર પ્રતિ મિલ્યન બ્રિટિશ થર્મલ યુનિટ કર્યા હતા. મુશ્કેલ ક્ષેત્રોમાંથી ઉત્પાદિત ગૅસના દરો પ્રતિ એમએમબીટીયુ ૯.૯૨ ડૉલરથી વધારીને ૧૨.૪૬ ડૉલર કરવામાં આવ્યા હતા.

એપીએમ ગૅસ દેશમાં ઉત્પાદિત તમામ ગૅસનો બે તૃતીયાંશ ભાગ બનાવે છે. આ ગૅસને ઑટોમોબાઇલ માટે સીએનજીમાં રૂપાંતરિત કરવામાં આવે છે અને રસોઈ માટે ઘરના રસોડામાં પાઇપ વાટે આવે છે. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે જણાવ્યું હતું કે એપીએમ ગૅસના ભાવ માત્ર એક વર્ષમાં લગભગ પાંચ ગણા વધી ગયા છે. સપ્ટેમ્બર ૨૦૨૧માં ૧.૭૦ ડૉલર હતા જે વધીને ૮.૫૭ ડૉલર થઈ ગયા છે.

business news inflation