Closing Bell: સેન્સેક્સ 128 અંક ઘટીને બંધ, નિફ્ટી 10,029 પર

04 June, 2020 03:40 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Closing Bell: સેન્સેક્સ 128 અંક ઘટીને બંધ, નિફ્ટી 10,029 પર

બીએસઈ

આજના પાંચમાં કારોબારી દિવસે શૅર બજાર ઘટાડા સાથે બંધ થયું છે. આજના દિવસે સેન્સેક્સ અને નિફ્ટી 0.3% નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 10050ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 33980 પર બંધ થયા છે. દિવસના ઉપરના સ્તરોથી સેન્સેક્સે 128 અંકો સુધી નીચે ગયા. જ્યારે નિફ્ટીમાં 32 અંકોનો ઘટાડો દેખાઈ રહ્યો છે.

જો કે મિડકેપ શેરોમાં ખરીદારી અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલી જોવાને મળી છે. BSEના મિડકેપ ઈન્ડેક્સ 0.06% સુધીને ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.08 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. BSEના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.05%ની નબળાઈની સાથે બંધ થયા છે.

અંતમાં BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 128.84 અંક એટલે કે 0.38%ના ઘટાડાની સાથે 33980.70ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે NSEના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 32.40 અંક એટલે કે 0.32% ઘટીને 10029.10ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બેન્કિંગ, પ્રાઇવેટ બેન્ક, ફાઈનાન્સ સર્વિસ અને રિયલ્ટી શેરોમાં 3.10-1.74% સુધીનું દબાણ જોવામાં આવ્યું. બેન્ક નિફ્ટી 2.63 ટકાના ઘટાડાની સાથે 20390.45 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે મેટલ, એફએમસીજી, પીએસયુ બેન્ક, ફાર્મા, આઈટી અને ઑટો શેરોમાં વધારો નોંધવામાં આવી રહ્યો છે.

દિગ્ગજ શેરોમાં એશિયન પેંટ્સ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી, ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, એક્સિસ બેન્ક અને એલએન્ડટી 3.11-4.64% સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં વેદાંતા, ભારતી એરટેલ, ઝી એન્ટરટેનમેન્ટ, સન ફાર્મા, ટેક મહિન્દ્રા અને વિપ્રો 3.90-7.70% વધ્યો છે.

business news sensex nifty bombay stock exchange national stock exchange