Closing Bell: શૅર બજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 26 અંક નીચે

25 June, 2020 03:46 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Closing Bell: શૅર બજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ 26 અંક નીચે

બીએસઈ

દિવસના કારોબાર દરમિયાન આજે શૅર બજાર ઘટાડા સાથે બંધ થયું છે.આજના કારોબારી સત્રના દિવસે સેન્સેક્સ 0.08 અને નિફ્ટી 0.20% નબળા થઈને બંધ થયા છે. અંતમાં નિફ્ટી 10300ની નીચે બંધ થયા છે અને સેન્સેક્સ 34842 પર બંધ થયા છે. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 26 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 20 અંકોનો ઘટાડો જોવાને મળ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં ખરીદારી જોવાને મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.6% સુધીને વધીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.89 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.76%ની મજબૂતીની સાથે બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 26.88 અંક એટલે કે 0.08%ના ઘટાડાની સાથે 34842.10ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 20.30 અંક એટલે કે 0.20% ઘટીને 10285ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

આઈટી, રિયલ્ટી, મેટલ, પીએસયુ બેન્ક અને ઑટો શેરોમાં 1.17-0.07% સુધીનું દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.37%ના વધારાની સાથે 21,506.15ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એફએમસીજી, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક અને ફાઈનાન્સ સર્વિસ શેરોમાં ઉછાળો જોવા મળ્યો છે.

દિગ્ગજ શેરોમાં એશિયન પેંટ્સ, હિંડાલ્કો, આઈઓસી, આઈશર મોટર્સ, એચસીએલ ટેક, ઈન્ફોસિસ અને શ્રી સિમેન્ટ 1.85-3.13% સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં આઈટીસી, હિરો મોટોકૉર્પ, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા બેન્ક, ગેલ, વેદાંતા અને એચયુએલ 1.26-5.55% વધ્યો છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news