Closing Bell: સેન્સેક્સમાં 588 અંકનો ઘટાડો, નિફ્ટી 182 અંક નીચે બંધ

29 January, 2021 05:06 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Closing Bell: સેન્સેક્સમાં 588 અંકનો ઘટાડો, નિફ્ટી 182 અંક નીચે બંધ

બીએસઈ

આજના છેલ્લા કારોબારી દિવસે એટલે શુક્રવારે ભારતીય શૅર બજાર ઘટાડા સાથે બંધ થયું છે. અંતમાં નિફ્ટી 13640ની નીચે બંધ થયુ છે અને સેન્સેક્સ 46285.77 પર બંધ થયું છે. દિવસના ઉપરી સ્તરોથી સેન્સેક્સે 588 અંકો સુધી લપસ્યું, જ્યારે નિફ્ટીમાં 182 અંકોનો ઘટાડો જોવા મળ્યો છે.

જો કે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી દેખાઈ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.57% સુધી ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.38જ્ઞનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.19% ઘટાડાની સાથે બંધ થયા છે.

અંતમાં BSEના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 588.59 અંક એટલે કે 1.26%ના ઘટાડાની સાથે 46285.77 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે NSEના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 182.90 અંક એટલે કે 1.32% ઘટીને 13634.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

એફએમસીજી, ઑટો, રિયલ્ટી, ફાઈનાન્શિયલ સર્વિસ, મેટલ અને ફાર્મા અને આઈટી શેરોમાં 0.07-1.93% સુધી વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. બેન્ક નિફ્ટી 0.68%ના વધારાની સાથે 30,565.50 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે પ્રાઈવેટ બેન્ક અને પીએસયુ બેન્કમાં ખરીદારી જોવા મળી છે.

દિગ્ગજ શેરોમાં ડૉ.રેડ્ડીઝ, મારૂતી સુઝુકી, હિરો મોટોકૉર્પ, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ અને એનટીપીસી 3.11-5.30 % સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે દિગ્ગજ શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, એચડીએફસી લાઈફ 1.43-6.14% સુધી વધીને બંધ થયા છે.

sensex nifty bombay stock exchange national stock exchange business news