Closing Bell: ભારે વધારા સાથે બંધ થયું બજાર, RIL, HDFC બૅન્કમાં ઉછાળો

04 August, 2020 03:53 PM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

Closing Bell: ભારે વધારા સાથે બંધ થયું બજાર, RIL, HDFC બૅન્કમાં ઉછાળો

ભારે વધારા સાથે બંધ થયું શૅર બજાર

ભારતીય શૅર બજાર મંગળવારે ભારે વધારા સાથે બંધ થયું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ મંગળવારે 2.03 ટકા અથવા 748.31 અંકના વધારા સાથે 37,687.91 પર બંધ થયું. સેન્સેક્સ મંગળવારે 37,092.86 અંક પર ખુલ્યું હતું અને ટ્રેડિંગ દરમિયાન 37,745.60 અંક સુધી ગયું. બજાર બંધ થતા સમયે 30 શૅરોવાળા સેન્સેક્સના 19 શૅર લીલા નિશાન પર અને 11 શૅર લાલ નિશાન પર હતા.

બજાર બંધ થતા સમયે સેન્સેક્સના શૅરોનો હાલ

સેન્સેક્સની સાથે જ નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી પણ મંગળવારે ભારે વધારા સાથે બંધ થયું છે. નિફ્ટી મંગળવારે 1.94 ટકા અથવા 211.25 અંકના વધારા સાથે 11,102.85 પર બંધ થયું છે. બજાર બંધ થતા સમયે નિફ્ટીની 50 કંપનીઓમાંથી 32 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 18 કંપનીઓના શૅર લાલ નિશાન પર ટ્રેન્ડ કરી રહ્યા હતા.

આજે મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, ફાઈનાન્સ સર્વિસ, એફએમસીજી, આઈટી અને ઑટો શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 1.97%ના વધારાની સાથે 21,487.45 ના સ્તર પર બંધ થયા છે.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં રિલાયન્સ, ઝિ એન્ટરટેનમેન્ટ, એચડીએફસી બેન્ક, જેએસડબ્લ્યુ સ્ટીલ, મારૂતિ અને એક્સિસ બેન્ક 2.77-7.44% સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં ટેક મહિન્દ્રા, બીપીસીએલ, ઈન્ડસઈન્ડ બેન્ક, એચસીએલ ટેક, ટાટા મોટર્સ, ગ્રાસિમ અને ગેલ 1.01-2.87% સુધી ઘટીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં રાજેશ એક્સપોર્ટ્સ, હિંદુસ્તાન એરોન, એબી કેપિટલ, અદાણી એન્ટરપ્રાઈઝ અને અપોલો હોસ્પિટલ 7.59-4.94% સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં એમફેસિસ, કંસાઈ નેરોલેક, એયુ સ્મૉલ ફાઈનાન્સ, શ્રીરામ ટ્રાન્સફર અને નેટકો ફાર્મા 3.12-2.27% સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં વૈભવ ગ્લોબલ, ઝેન ટેક, ફર્મેન્ટા બાયો, જીએનએ એક્સલ અને દોલત ઈનવેસ્ટમેન 19.03-14.22% સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં હિકાલ, ન્યુલેન્ડ લેબ, આરપીપી ઈન્ફ્રા પ્રોજેક્ટ, વિમતા લેબ્સ અને સોલાર એક્ટિવ પ્લાન 16.69-6.59% નબળાઈની સાથે બંધ થયા છે.

business news sensex nifty bombay stock exchange national stock exchange