મહિલા સાહસિકોને બિઝનેસ લોન લેવામાં પડકાર : સર્વે

17 September, 2022 08:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખાસ કરીને રાષ્ટ્રીયકૃત બૅન્કોમાંથી વધારે મુશ્કેલી

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : આઇસ્ટૉક

મોટા ભાગની મહિલા ઉદ્યોગસાહસિકોને રાષ્ટ્રીયકૃત બૅન્કો પાસેથી લોનસેવાઓ મેળવવામાં પડકારોનો સામનો કરવો પડે છે, એમ એક અભ્યાસમાં જણાવાયું છે.

આ અભ્યાસ ભારતીય યુવા શક્તિ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો અને એમાં ત્રણ શહેરો - રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર, ચેન્નઈ અને પુણેમાંથી ૪૫૦ મહિલા સાહસિકોની ભાગીદારી જોવા મળી હતી.

અભ્યાસ દરમ્યાન એવું પણ જાણવા મળ્યું હતું કે આમાંના લગભગ ૬૦ ટકા ઉદ્યોગસાહસિકોએ ગંભીર નાણાકીય સેવાઓને ઍક્સેસ કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

૮૫ ટકા મહિલા સાહસિકોએ રાષ્ટ્રીયકૃત બૅન્કો પાસેથી લોનસેવાઓ મેળવવામાં પડકારોનો સામનો કરવો પડ્યો. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો એ ચેન્નઈ, પુણે અને દિલ્હી-એનસીઆરમાં નફાકારક વ્યવસાયો સ્થાપવા માટે ત્રણ વર્ષના ટ્રસ્ટના મહિલા સાહસિકતા વિકાસ કાર્યક્રમ દરમ્યાન હાથ ધરવામાં આવ્યો હતો.

business news