કેન્દ્ર સરકાર ગ્રામીણ વિકાસને લગતી યોજનામાં ફાળવણી વધારશે

23 November, 2022 07:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતે અંતરિયાળ વિસ્તારોમાં વિવિધ યોજનાઓ માટે ૨૦૨૨-’૨૩ માટે ૧.૩૬ ટ્રિલ્યન રૂપિયાની ફાળવણી કરી હતી

પ્રતીકાત્મક તસવીર

ભારત સરકાર ચાલુ નાણાકીય વર્ષ માટે ગ્રામીણ વિકાસ મંત્રાલયને એની ફાળવણી ૧૮ ટકા વધારીને ૧.૬૦ ટ્રિલ્યન ભારતીય રૂપિયા (૧૪.૧૯ અબજ ડૉલર) કરશે, આંશિક રીતે એની નોકરીની યોજનાને પ્રોત્સાહન આપવા માટે છે.

ભારતે અંતરિયાળ વિસ્તારોમાં વિવિધ યોજનાઓ માટે ૨૦૨૨-’૨૩ માટે ૧.૩૬ ટ્રિલ્યન રૂપિયાની ફાળવણી કરી હતી, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં તણાવને કારણે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગૅરન્ટી યોજના અથવા મનરેગાની માગમાં વધારો થયો છે, જે દેશની એકમાત્ર લઘુતમ નોકરીની ગૅરન્ટી યોજના છે, જેમાં દરરોજ સરકાર બેથી ત્રણ ડૉલર ચૂકવે છે.

business news