બીએસઈમાં વર્લ્ડ ઇન્વેસ્ટર વીકની ઉજવણી શરૂ કરાઈ 

24 November, 2020 01:18 PM IST  |  Mumbai | Mumbai correspondent

બીએસઈમાં વર્લ્ડ ઇન્વેસ્ટર વીકની ઉજવણી શરૂ કરાઈ 

બીએસઈમાં વર્લ્ડ ઇન્વેસ્ટર વીકની ઉજવણી શરૂ કરાઈ 

રોકાણકારોમાં શિક્ષણ અને રક્ષણ અંગેની જાગૃતિ ફેલાવવા માટે ઇન્ટરનૅશનલ ઓર્ગેનાઈઝેશન ઑફ સિક્યૉરિટીઝ કમિશન (IOSCO) વર્લ્ડ ઇન્વેસ્ટર વીક (WIW) ઝુંબેશ ચલાવે છે. ભારતમાં સેબીએ ૨૩ નવેમ્બર, ૨૦૨૦થી શરૂ થતા સપ્તાહમાં આ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે, જે ૨૯ નવેમ્બર, ૨૦૨૦ સુધી ચાલશે.આ પ્રસંગે બીએસઈ ઇન્વેસ્ટર્સ પ્રોટેક્શન ફંડ (આઇપીએફ) રોકાણકારોમાં જાગૃતિ અને શિક્ષણના પ્રસાર માટે સ્પર્ધાઓ સહિત સંખ્યાબંધ પહેલ કરવામાં આવી છે.
વર્લ્ડ ઇન્વેસ્ટર વીકનો પ્રારંભ બીએસઈ ખાતે સેબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જી. પી. ગર્ગના હસ્તે ઓપનિંગ બેલ રિંગિંગ સમારોહમાં કરવામાં આવ્યો ત્યારે ત્યાં સેબી, બીએસઈ અને નૅશનલ અસોસિયેશન ઑફ બ્લાઈન્ડ અસોસિયેશન અને નયન ફાઉન્ડેશનના ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત હતા.
પ્રજ્ઞાચક્ષુઓ માટે બુકલેટ
બીએસઈ આઇપીએફએ આજે વર્લ્ડ ઇન્વેસ્ટર્સ વીકની ઉજવણીના પ્રારંભરૂપે બ્રેઇલ લિપિમાં કૉમન સિક્યૉરિટી માર્કેટ બુકલેટ લોન્ચ કરી હતી. મૂકબધીર રોકાણકારો માટે વિડિયો અૅડ્વર્ટાઇઝમેન્ટ્સ નામે મિ. રાઈટ પ્રસારિત કરી હતી.
બીએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે રોકાણકાર શિક્ષણ અતિ મહત્ત્વનું છે, કારણ કે શિક્ષિત રોકાણકાર એટલે રક્ષિત રોકાણકાર અને એનાથી રિટેલ સામેલગીરી અને વિશ્વાસમાં વધારો થાય છે.

business news