સીડીએસએલ સાત કરોડ ડીમૅટ ખાતાં ધરાવનારી દેશની સૌપ્રથમ ડિપોઝિટરી બની

05 August, 2022 05:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીડીએસએલે સાત કરોડ ખાતાં ધરાવવાની સિદ્ધિ હાંસલ કરી છે, એ માત્ર અમારા માટે જ નહીં, પરંતુ દેશની સંપૂર્ણ સિક્યૉરિટીઝ બજારના માહોલ માટે પ્રોત્સાહક છે

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

દેશની સૌપ્રથમ અને લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઇન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ)એ આજે જાહેર કર્યું હતું કે એ સાત કરોડથી અધિક સક્રિય ડીમૅટ ખાતાં ધરાવતી ડિપોઝિટરી બની છે. સક્રિય ડીમૅટ ખાતાંની સંખ્યાની દૃષ્ટિએ સીડીએસએલ દેશની સૌથી મોટી ડિપોઝિટરી છે.

આ સિદ્ધિ વિશે સીડીએસએલના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ નેહલ વોરાએ કહ્યું કે  ‘વિભિન્ન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના વિકાસમાં ફાળો આપી રહ્યાં છે, એનો અમને આનંદ છે. એ ઉપરાંત મોટા ભાગના રોકાણકારોએ તેમની સંપત્તિસર્જનની યાત્રાના માધ્યમ તરીકે સીડીએસએલને પસંદ કરી છે એ અમારા માટે ગર્વની બાબત છે. સીડીએસએલે સાત કરોડ ખાતાં ધરાવવાની સિદ્ધિ હાંસલ કરી છે, એ માત્ર અમારા માટે જ નહીં, પરંતુ દેશની સંપૂર્ણ સિક્યૉરિટીઝ બજારના માહોલ માટે પ્રોત્સાહક છે. રોકાણકારોએ અમને આપેલા ટેકા બદલ અમે આભારી છીએ, કારણ કે તેમના અને બજારની માળખાકીય સંસ્થાઓ, માર્કેટ ઇન્ટરમિડિયરીઝ અને સીડીએસએલના કર્મચારીઓના સહકારથી આ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાઈ છે. અમે ડીમૅટ અકાઉન્ટના વપરાશને અવરોધરહિત અને અધિક સુવિધાપૂર્ણ બનાવવા પ્રતિબદ્ધ છીએ. અમારું લક્ષ્ય અમારા ડિજિટલ માળખા મારફત રોકાણકારોને આત્મનિર્ભર બનાવવાનું છે.’
 

business news share market stock market