ફ્યુઅલ પર એક્સાઇઝ ઘટાડવાનો સમય આવ્યે નિર્ણય: સીબીઆઇસી

14 April, 2021 02:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારે ગયા વર્ષે પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી પ્રતિ લિટર ૧૩ રૂપિયા વધારી દીધી હતી

પ્રતીકાત્મક તસવીર

પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ઘટાડવા બાબતે વખત આવ્યે નિર્ણય લેવામાં આવશે, એમ સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાઇરેક્ટ ટૅક્સિસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)ના ચૅરમૅન એમ. અજિત કુમારે જણાવ્યું છે.

તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ પરની વિક્રમી એક્સાઇઝ ડ્યુટીને કારણે ગયા નાણાકીય વર્ષનું પરોક્ષ કરવેરાનું કલેક્શન એની પહેલાંના વર્ષની તુલનાએ ૫૯ ટકા કરતાં વધારે પ્રમાણમાં વધ્યું હતું. આગામી મહિનાઓમાં પણ આ આવક વધવાની ધારણા છે.

સરકારે ગયા વર્ષે પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી પ્રતિ લિટર ૧૩ રૂપિયા વધારી દીધી હતી. ડીઝલ પરની ડ્યુટીમાં ૧૬ રૂપિયાનો વધારો કરાયો હતો. એને પગલે હવે કુલ એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલ પર પ્રતિ લિટર ૩૨.૯૦ રૂપિયા અને ડીઝલ પર ૩૧.૮૦ રૂપિયા થઈ છે. ઘણા વખતથી એક્સાઇઝ ઘટાડવા માટેની માગણી વિવિધ વર્ગો દ્વારા કરાઈ રહી છે.

business news