Tik Tokનો ભારત બિઝનેસ રિલાયન્સ ખરીદે તેવી શક્યતા, શું પ્રતિબંધ હટશે?

13 August, 2020 06:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Tik Tokનો ભારત બિઝનેસ રિલાયન્સ ખરીદે તેવી શક્યતા, શું પ્રતિબંધ હટશે?

જો રિલાયન્સ અને ટિક ટૉકની ડીલ થશે તો ભારતને બહુ ફાયદો થશે

ભારતમાં ફરીથી પ્રવેશ કરવા માટે ટિક ટૉક બહુ જ આતુર છે અને તે માટે તેણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ટિક ટૉકની પેરેન્ટ કંપની બાઈટડાન્સ તેના ભારતીય કારોબારને વેચવાની યોજના બનાવી રહી છે. આ માટે મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે વાતચીત ચાલુ હોવાના અહેવાલો છે.

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, બાઈટડાન્સ શોર્ટ વીડિયો એપ ટિક ટૉકની ભારતીય કારોબારી મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ને વેચે તેવી શકયતા છે. આ સંબંધમાં બન્ને કંપનીઓ વચ્ચે જૂલાઈ મહિનાના અંતમાં વાતચીત શરૂ થઈ હતી. જોકે બન્ને કંપનીઓએ હાલ કોઈ ડીલ કરી નથી. આ અંગે રિલાયન્સ, બાઈટડાન્સ અને ટિક ટૉકએ કોઈ માહિતી આપી નથી.

લદ્દાખની ગલવાન ઘાટીમાં સીમા વિવાદ પછી ભારત સરકારે ચીનની કંપનીઓના 59 એપ પર પ્રતિબંધ લાદ્યો હતો. તેમાં ટિક ટૉક, વીચેટ, અલીબાબા ગ્રુપની યુસી બ્રાઉઝર અને યુસી ન્યુઝ જેવી પોપ્યુલર એપ સામેલ હતી. ત્યારબાદ ગત સપ્તાહે અમેરિકાએ પણ ટિક ટૉક પર પ્રતિબંધ મુક્યો હતો. આ અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પ્રસ્તાવ પર સાઈન કર ચૂક્યા છે. જોકે અમેરિકાએ બાઈટડાન્સને ટિક ટૉકનો અમેરિકન કારોબાર કોઈ અમેરિકન કંપનીને વેચવા માટે 15 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. જો બાઈટડાન્સ 15 સપ્ટેમ્બર સુધીમાં કોઈ સોદો કરી શકશે નહિ તો ટિક ટૉક પર લગાવવામાં આવેલો બેન લાગુ થઈ જશે.

જો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટિક ટૉકનો ભારતીય કારોબાર ખરીદશે તો તેનાથી બન્ને કંપનીઓને ફાયદો થશે. ભારતમાં ટિક ટૉક પરથી પણ પ્રતિબંધ હટી જશે અને વીડિયો સ્પેસમાં રિલાયન્સ જીયોનો દબદબો પણ કાયમ રહેશે.

business news reliance mukesh ambani tiktok