ટીસીએસનું શેરદીઠ ૪૫૦૦ સુધીનું બાયબૅક

13 January, 2022 02:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીસીએસ દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૧૬ ટકાના વધારા સાથે ૪૮૮૮૫ કરોડ રૂપિયાની આવક પર કૉન્સોલિડેટેડ ધોરણે ૧૨ ટકાના વૃદ્ધિ દરથી ૯૭૬૯ કરોડનો ચોખ્ખો નફો હાંસલ કરાયો છે.

પ્રતીકાત્મક તસવીર

ટીસીએસ દ્વારા ડિસેમ્બર ક્વૉર્ટરમાં ૧૬ ટકાના વધારા સાથે ૪૮૮૮૫ કરોડ રૂપિયાની આવક પર કૉન્સોલિડેટેડ ધોરણે ૧૨ ટકાના વૃદ્ધિ દરથી ૯૭૬૯ કરોડનો ચોખ્ખો નફો હાંસલ કરાયો છે. બજારની ધારણા ૯૮૬૩ કરોડના ચોખ્ખા નફાની હતી. કંપનીએ શેરદીઠ મહત્તમ ૪૫૦૦ રૂપિયા સુધીના ભાવે ૧૮૦૦૦ કરોડ રૂપિયાનું બાયબેક જાહેર કર્યું છે. બુધવારના બંધ ભાવના મુકાબલે બાયબેકની પ્રાઇસ ૬૪૩ રૂપિયા કે ૧૬.૭ ટકાનું પ્રીમિયર બતાવે છે. વધુમાં કંપનીએ શેરદીઠ સાત રૂપિયાનું ઇન્ટરિમ જાહેર કર્યું છે. કંપનીનું આ ચોથું બાયબેક છે. ડિસેમ્બર ક્વૉર્ટરમાં કંપનીએ નેટ ૨૮૨૩૮ની નવી ભરતી કરી છે. તેના કર્મચારીની કુલ સંખ્યા ૫૫૬૯૮૬ થઈ છે. જેમાં મહિલાઓની સંખ્યા બે લાખથી પણ વધુ છે. ઇન્ટરીમની રેકૉર્ડ ડેટ ૨૦ જાન્યુઆરી છે. અગાઉનું બાયબેક આશરે બાર ટકાના પ્રીમિયમે હતું. આ વખતે તે પોણા સત્તર ટકાની નજીક છે. નફો બજારની ૧૪ ટકા પ્લસના ગ્રોથની ધારણા કરતાં નીચે દરે, ૧૨ ટકા વધ્યો છે, પરંતુ બાયબેકને લઈ શેર ઘટવા કરતાં વધવાના ચાન્સ એકંદર વધુ રહેશે.

business news