જે બેંકની સ્થાપના દાદાએ કરી તેણે પૌત્રને જાહેર કર્યો ડિફૉલ્ટર

17 June, 2019 04:01 PM IST  |  નવી દિલ્હી

જે બેંકની સ્થાપના દાદાએ કરી તેણે પૌત્રને જાહેર કર્યો ડિફૉલ્ટર

યશ બિરલા જાહેર થયા ડિફૉલ્ટર

નસીબનો ખેલ નિરાળો હોય છે. ક્યારે પાસુ પલટે કહી ન શકાય. આવો જ કાંઈક કિસ્સો સામે આવ્યો છે. જે યૂકો બેંકની સ્થાપના યશોવર્ધન બિરલાના પરદાદા ઘનશ્યામ દાસ બિરલાએ કરી હતી, આજે એ જ બેંકએ યશોવર્ધન બિરાલને વિલફુલ ડિફૉલ્ટર જાહેર કરી દીધા છે. યશોવર્ધન બિરલાની કંપની 67 કરોડ રૂપિયાની લોન ચુકાવવામાં અસમર્થ રહી. જેના જવાબમાં બેંકે આ કાર્રવાઈ કરી છે. લોનની આ અમાઉંટને બેંકે 2013માં જ NPA જાહેર કરી દીધી હતી. હવે યશોવર્ધન જે પણ કંપનીના ડાયરેક્ટર રહેશે તે કંપનીને યૂકો બેંક તરફથી લોન નહીં મળે.

ઘનશ્યામદાસ બિરલાના પ્રપૌત્ર છે યશોવર્ધન
જે બેંકે યશ બિરલાને ડિફૉલ્ટર જાહેર કર્યા તેનું ગઠન ઘનશ્યામ બિરલાએ કર્યું હતું. યશ બિરલાને માત્ર 23 વર્ષની ઉંમરમાં તેના પિતાનું આકસ્મિત નિધન થતા બિઝનેસ સંભાળવો પડ્યો હતો.

શું છે મામલો?
ડિફૉલ્ટર તરફથી રકમ વસૂલ કવા માટે બેંકે કેસ દાખલ કર્યો છે. મુંબઈના નરીમન પૉઈંટની યૂકો બેંકની કૉર્પોરેટ બ્રાંચની એક સાર્વજનિક સૂચના અનુસાર બિરલા સૂર્યા લિમિટેડને 100 કરોડની ક્રેડિટ લિમિટ સેંક્શન કરવામાં આવી હતી. બેંકના પૈસા ન ચુકવવાના કારણે 3 જૂન 2013ના તેને નૉન-પર્ફોર્મિંગ અસેટ જાહેર કરવામાં આવી હતી. ઋણ લેનારાઓએ અનેક નોટિસો છતા બેંકના પૈસા નથી ચુકવ્યા.

નોટિસ અનુસાર, બેંકની તરફથી ઋણ લેનાર કંપની, તેના ડાયરેક્ટર્સ, પ્રમોટર્સ, ગેરેંટર્સને વિલફુલ ડિફૉલ્ટર્સ ઘોષિત કરવામાં આવ્યા છે અને સાર્વજનિક સૂચના માટે તેમના નામની જાણકારી ક્રેડિટ ઈંફોર્મેશન કંપનીઓને આપવામાં આવી છે. RBIની ગાઈડલાઈન્સ અનુસાર વિલફુલ ડિફૉલ્ટર જાહેર કરવામાં આવ્યા બાદ ઋણ લેનારને બેંક કે નાણાકીય સંસ્થાઓની તરફથી કોઈ પણ અન્ય સુવિધા નથી મળતી અને તેને 5 વર્ષ સુધી નવા વેંચર્સ શરૂ કરવા પર રોક લગાવવામાં આવે છે. જો ઋણ આપનાર ઈચ્છે તો કંપની અને તેમના ડાયરેક્ટર્સ સામે ક્રિમિનલ કાર્યવાહી શરૂ કરી શકે છે.

business news