RIL 43rd AGM: ગૂગલે રિલાયન્સ જિયોમાં 33 હજાર કરોડનું રોકાણ કર્યું

15 July, 2020 08:45 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

RIL 43rd AGM: ગૂગલે રિલાયન્સ જિયોમાં 33 હજાર કરોડનું રોકાણ કર્યું

ગૂગલે કર્યું જિયોમાં રોકાણ

રિલાયન્સ જિઓ (Reliance Jio) પ્લૅટફોર્મ્સમાં ભલભલા મોટા માથાઓએ રોકાણ કર્યું છે. ગૂગલ સર્ચ એન્જિન એક બાકી હતું અને આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની  43મી એન્યુઅલ જનરલ મિટીંગમાં થોડી ક્ષણો પહેલાં જ જાહેરાત થઇ છે કે ગૂગલ દ્વારા જિઓ પ્લૅટફોર્મમાં રૂપિયા 33,737 કરોડ એટલે કે અંદાજે ચાર અબજ ડૉલર્સનું રોકાણ કર્યું છે. આ સાથે ગૂગલે જિઓ પ્લૅટફોર્મ્સમાં 7.7 ટકા સ્ટૅક ખરીદ્યો છે.

મંગળવારે બંન્ને કંપનીઓ વચ્ચેનાં વાટાઘાટોનો અંત આવ્યો હતો અને રિલાયન્સ જિઓમાં ફેસબુક સહીત દુનિયાની સૌથી મોટી કંપનીઓએ કૂલ 1.8 લાખ કરોડનાં રોકાણ કર્યા છે. ગૂગલનાં આટલા મોટા રોકાણને પગલે ગૂગલનો ભારતીય માર્કેટમાં રસ પણ જાહેર થાય છે. કહેવાય છે કે ગૂગલ ભારતીય ડિજિટલ માર્કેટમાં આગામી પાંચ વર્ષમાં 75 હજાર કરોડનું રોકાણ કરશે.

રિલાયન્સનો સમાવેશ વિશ્વની સૌથી ટોચની 51 મોટી કંપનીઓમાંની એક છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરની માર્કેટ વેલ્યૂ પણ 170 અબજ ડૉલરે પહોંચી છે. માર્ચથી માંડીને અત્યાર સુધીમાં કંપનીનાં શેરની કિંમત બમણી થઇ છે.

ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજ કરતાં પણ મુકેશ અંબાણી (Mukesh Amabni) આગળ નિકળી ગયા છે અને તેઓ વિશ્વનાં છઠ્ઠા સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ છે. ગૂગલ પહેલાં જિઓ પ્લૅટફોર્મ્સમાં આ કંપનીઓએ કર્યું છે રોકાણ.

બ્લૂમબર્ગ બિલ્યોનર્સ ઇન્ડેક્સનાં તાજા આંકડા અનુસાર તેમની સંપત્તિ 72.4 અબજ ડૉલર થઇ ગઇ છે. આ પહેલાં જૂનમાં મુકેશ અંબાણી દુનિયાના દસ સૌથી ધનાઢ્ય વ્યક્તિઓની યાદીમાં ઉમેરાયા હતા અને સોમવારે તેમણે વૉરેન બફેટને પાછળ મૂક્યા તો હવે તેમણે લેરી પેજને પણ પાછળ મૂક્યા છે.

mukesh ambani reliance google