કોરોના વાઇરસની બજાર પર અસરઃ સોના ચાંદીના ભાવમાં વધારો

24 February, 2020 07:12 PM IST  |  Delhi

કોરોના વાઇરસની બજાર પર અસરઃ સોના ચાંદીના ભાવમાં વધારો

સેફ હેવન ગણાતા સોનાની કિંમતમાં કોરોનાવાઇરસનાં વધતા સંકટને લીધે વધારો

કોરોનાવાઇરસે ભલભલાની ઊંઘ ઉડાડી દીધી છે પણ આ વાઇરસે્ લોકોના સ્વાસ્થ્ય પર જ નહીં પણ દુનિયાના અર્થતંત્ર પર પણ અસર કરી છે. કોરોના વાઇરસની અસરને કારણે સેફ હેવનમાં રોકાણને લઇને ધારણા મજબુત બની છે અને સોનાનો ભાવ સોમવારે 133 રૂપિયા વધીને 41,292 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયો. HDFC સિક્યુરિટીઝની તરફથી મળેલી જાણકારી અનુસાર સોમવારે સોનું 41,159 રુપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચ્યો હતો. આ જ રીતે ચાંદીની કિંમત પણ અઠવાડિયાના પહેલા સત્રમાં 238 રૂપિયા વધીને 47,2777 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગઇ હતી. ચાંદી પાછલા સત્રમાં 47,039 પર અટકી હતી.
HDFC સિક્યુરિટીઝના સિનિયર કોમોડિટી એનાલિસ્ટ તપન પટેલે જણાવ્યું કે, "રૂપિયો નબળો પડવાથી દિલ્લીમાં 24 કેરેટ સોનાની વર્તમાન કિંમતમાં 133 રૂપિયા પ્રતિ દસ ગ્રામ વધારો નોંધાયો અને દિવસનાં કારોબારમાં રૂપિયા 11 પૈસા નબળો થયો. ચીનમાં કોરોના વાઇરસનું સંકટ વધવાથી ધારણામાં જોખમ વધ્યું છે અને સોનાની કિંમતો પણ ઉપર ગઇ છે. "
વળી સોમવારે રૂપિયો નબળો થઇને જ ખુલ્યો અને અમેરિકી ડૉલરને મુકાબલે 18 પૈસા ગગડીને 71.51 પ્રતિ ડૉલર થઇને પડ્યો રહ્યો. આંતર રાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત વધારા સાથે 1,578 ડૉલર પ્રતિ ઔંસ પર રહ્યું તથા ચાંદીમાં પણ વધારો નોંધવામાં આવ્યો અને એક ઔંસ ચાંદીની કિંમત 18.15 ડૉલર છે.
કોરોના વાઇરસનાં પ્રસારથી મચેલી આ ઉથલપાથલને કારણે ફ્યુચર માર્કેટમાં પણ સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો. વાઇરસને કારણે ચીનનાં ઘણાં શહેરોમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો. ચીન આ સંકટમાંથી બહાર આવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે બીજી તરફ આ વાઇરસને કારણે ક્રુ઼ડ ઓઇલની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

business news oil prices china indian economy