વૈશ્વિક વધઘટના આધારે ભારતમાં સોનું મક્કમ, ચાંદીમાં ઉછાળો

27 June, 2020 01:04 PM IST  |  Mumbai | Bullion Watch

વૈશ્વિક વધઘટના આધારે ભારતમાં સોનું મક્કમ, ચાંદીમાં ઉછાળો

ગોલ્ડ

કોરોના વાઇરસના વધી રહેલા કેસને કારણે અમેરિકામાં કેટલાંક રાજ્યોમાં નાગરિકોની અવરજવર પર નિયંત્રણ આવી રહ્યાં છે તો સ્ટિમ્યુલસ પૅકેજનાં નાણાં સિસ્ટમમાં આવી રહ્યાં હોવાથી શૅરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. આ તેજીને કારણે જોખમથી દૂર રહેવાની વૃત્તિ ઘટી છે અને એને કારણે સોનાના ભાવમાં દરેક ઉછાળે પ્રૉફિટ-બુકિંગ આવે છે.

બુધવારે સાડાસાત વર્ષની ઊંચી સપાટી ૧૭૯૬ ડૉલર પછી સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં નરમ હવામાન જોવા મળી રહ્યું છે. ડૉલર મક્કમ છે પણ એમાં બહુ મોટી તેજી ન હોવાથી જોખમ હજી હળવું છે અને એના સંકેતના આધારે ભાવમાં સતત ઘટાડા આવી રહ્યા છે. સાપ્તાહિક ધોરણે ૧૭.૮૪૭ની ગયા શુક્રવારની સપાટી સામે ચાંદી અત્યારે ૧૭.૮૪૩ પર સ્થિર છે. સોનું પણ ૧૭૫૭ ડૉલરની સપાટી સામે ૧૭૫૩ ડૉલર છે.

બુધવારના કડાકા બાદ ગુરુવારે વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ ૧.૨૭ ટકા ઉછળ્યા હતા. સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો અપન દિવસના અંતે આવેલા પ્રોફિટ બુકિંગના કારણે ગુરુવારે તે ૦.૨૮ ટકા ઘટ્યું હતું. આજે કોમેકસ ખાતે ઓગસ્ટ સોનું વાયદો ૦.૪૩ ટકા કે ૭.૭૦ ડોલર ઘટી ૧૭૬૨.૯૦ અને હાજરમાં ૮.૧૨ ડોલર ઘટી ૧૭૫૫.૬૭ ડોલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે. ચાંદીનો સપ્ટેમ્બર વાયદો ૦.૫૩ ટકા કે ૧૦ સેન્ટ ઘટી ૧૭.૯૫ અને હાજરમાં ૦.૨૯ ટકા કે ૫ સેન્ટ ઘટી ૧૭.૭૫ ડોલર પ્રતિ ઔંસની સપાટી ઉપર છે.

વૈશ્વિક વધઘટના આધારે ભારતમાં સોનું મક્કમ, ચાંદીમાં ઉછાળો

ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવ વૈશ્વિક ભાવની વધઘટના આધારે ચાલી રહ્યા છે. ગુરુવારે સાંજે ચાંદીમાં લાલચોળ તેજીના કારણે ભારતમાં પણ ચાંદી ઉછળી હતી તો સોનાના ભાવ મક્કમ રહ્યા હતા. મુંબઈ ખાતે હાજરમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૧૨૫ વધી રૂ.૪૯૯૦૫ અને અમદાવાદ ખાતે રૂ.૧૦૫ વધી રૂ.૪૯૮૭૫ બંધ રહ્યા હતા. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭૯૦૨ ખૂલી, ઊપરમાં રૂ. ૪૮૧૩૦ અને નીચામાં રૂ. ૪૭૮૦૨ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૩૭ વધીને રૂ. ૪૮૦૭૮ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૧૫ વધીને ૮ ગ્રામદીઠ રૂ. ૩૯૧૦૪ અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૧ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ. ૪૮૫૯ થયા હતા, જ્યારે સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૭ વધીને બંધમાં રૂ. ૪૮૦૬૯ ના ભાવ રહ્યા હતા.

મુંબઈ હાજર ચાંદી પ્રતિ કિલો રૂ.૯૫૫ વધી રૂ.૪૯૮૦૫ અને અમદાવાદ ખાતે રૂ.૯૫૦ વધી રૂ.૪૯૭૫૦ બંધ રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૪૮૧૫૪ ખૂલી, ઊપરમાં રૂ. ૪૮૩૨૨ અને નીચામાં રૂ. ૪૭૯૪૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૬૨ વધીને રૂ. ૪૮૨૭૮ બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન રૂ. ૩૧ ઘટીને રૂ. ૪૮૪૭૨ અને ચાંદી-માઈક્રો જૂન રૂ. ૨૫૭ વધીને રૂ. ૪૮૬૫૪ બંધ રહ્યા હતા.

વિદેશી મૂડીપ્રવાહ આવશે એવી આશાએ રૂપિયો સપ્તાહમાં ૫૫ પૈસા વધ્યો

કોરોના વાયરસના વધી રહેલા કેસ સામે શેરબજારમાં આવી રહેલા રોકાણ પ્રવાહ વચ્ચેના પરિબળો સાથે રૂપિયો ડોલર સામે આજે ફ્લેટ સપાટીએ બંધ આવ્યો હતો. ગુરુવારે ડોલર સામે રૂપિયો ૭૫.૬૫ બંધ આવ્યો હતો આજે તે એક તબક્કે વધી ૭૫.૫૧ થયો હતો અને એ પછી શેરબજારની તેજી સાથે ૭૫.૪૩ થયા બાદ દિવસની ઉંચી સપાટીએથી ગબડી ૭૫.૬૫ની સપાટીએ જ બંધ આવ્યો હતો. સાપ્તાહિક ધોરણે ડોલર સામે રૂપિયો ૫૫ પૈસા વધ્યો હતો. ડોલર ઉપરાંત, રૂપિયો આજે યેન, યુરો અને પાઉન્ડ સમ પણ વધ્યો હતો.

ફોરેકસ બજારમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોની ચિતાઓ સામે સ્ટીમ્યુલસ પેકેજના કારણે રોકાણકારોનો ઉત્સાહ બજારમાં જોખમ ઉઠાવી સતત ખરીદી કરી રહ્યો છે. આ બે પાસાની વચ્ચે બજારમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે અને તેના કારણે બજારમાં સાંકડી વધઘટ જોવા મળી રહી છે.

દરમિયાન વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સ ત્રીજા દિવસે પણ મજબૂત જોવા મળી રહ્યો છે. એક તરફ વાયરસની ચિંતાઓના કારણે સેફ હેવન તરીકે ડોલરની માંગ વધી છે અને બીજી તરફ અમેરિકન અર્થતંત્ર ધારણા કરતા વધારે મજબૂત હોવાના આંકડા આવી રહ્યા હોવાથી પણ ડોલરને ટેકો મળી રહ્યો છે. ગુરુવારે ડોલર ઇન્ડેક્સ ૦.૨૭ ટકા વધ્યો હતો. આજે આ ઇન્ડેક્સ ૦.૦૨ ટકા વધી ૯૭.૪૦૫ની સપાટીએ છે.

business news