સોનાના ભાવ 1800 ડૉલર તરફ, ચાંદીમાં ઉછાળો

07 July, 2020 12:29 PM IST  |  Mumbai | Bullion Watch

સોનાના ભાવ 1800 ડૉલર તરફ, ચાંદીમાં ઉછાળો

ગોલ્ડ

વૈશ્વિક શૅરબજારની તેજી છતાં સોનું આઠ વર્ષની ઊંચી સપાટીએ છે. અર્થતંત્ર અને ઉદ્યોગો ફરી બેઠાં થઈ રહ્યાં હોવાના સંકેત સાથે ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બજારમાં ડૉલર નબળો ચાલી રહ્યો હોવાથી કૉમોડિટી બજારમાં ડૉલરમાં ભાવ નક્કી થતા હોય એવી કૉમોડિટીના ભાવ વધી રહ્યા છે. ડૉલરનું મૂલ્ય ઓછું હોવાથી એની ખરીદ પડતર ઓછી થતી હોવાથી આવી કૉમોડિટી આકર્ષક બને છે.

વૈશ્વિક બજારમાં સોનું ઑગસ્ટ વાયદો ૦.૩૫ ટકા કે ૬.૩૦ ડૉલર વધી ૧૭૯૬.૩૦ અને હાજરમાં ૦.૭૮ ટકા કે ૧૩.૮૯ ડૉલર વધી ૧૭૮૫.૯૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી સપ્ટેમ્બર વાયદો ૨.૨૫ ટકા કે ૪૧ સેન્ટ વધી ૧૮.૩૮ અને હાજરમાં ૨.૦૨ ટકા કે ૩૬ સેન્ટ વધી ૧૮.૩૮ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

ભારતમાં સોનું મક્કમ, ચાંદીમાં ઉછાળો

હાજર બજારમાં મુંબઈ ખાતે સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૦ વધી ૫૦,૧૭૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૯૦ વધી ૫૦,૧૨૦ રૂપિયા રહ્યું હતું. એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૭૯૭૦ ખૂલી, ઉપરમાં ૪૮૦૮૫ અને નીચામાં ૪૭૭૭૫ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૪ ઘટીને ૪૮૦૨૨ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૩૦ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૮૮૨૭ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે બે ઘટીને ૧ ગ્રામદીઠ ૪૮૩૦ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૦ ઘટીને બંધમાં ૪૮૦૪૯ રૂપિયાના ભાવ રહ્યા હતા.
હાજરમાં મુંબઈ ચાંદી પ્રતિ કિલો ૬૫૫ વધી ૫૦,૯૦૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૬૫૦ વધી ૫૦,૮૫૦ રૂપિયા બંધ રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૯૦૮૭ ખૂલી, ઉપરમાં ૪૯૬૯૭ અને નીચામાં ૪૮૮૬૫ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૯૨ વધીને ૪૯૫૬૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૩૪૯ વધીને ૪૯૬૬૮ રૂપિયા અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૩૩૫ વધીને ૪૯૬૫૩ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર સામે રૂપિયો દિવસની ઊંચી સપાટી જાળવવામાં નિષ્ફળ

વૈશ્વિક ડૉલરમાં નબળાઈ અને જોખમ ઉઠાવી રોકાણકારો ઇમર્જિંગ માર્કેટમાં આવી રહ્યા હોવાથી ગયા સપ્તાહે રૂપિયો ડૉલર સામે ૯૯ પૈસા વધ્યો હતો. જઈ કાલે પણ ડૉલર સામે રૂપિયો મજબૂત થઈ રહ્યો હતો, પણ ક્રૂડ ઑઇલના ઊંચા ભાવ અને આયાતકારો દ્વારા ડૉલરની ખરીદી શરૂ થતાં રૂપિયો ઊંચા મથાળેથી ઘટીને બંધ આવ્યો હતો. શુકવારે ૭૪.૬૬ બંધ રહેલો રૂપિયો ગઈ કાલે વધીને ૭૪.૫૩ ઉપર ખુલ્યો અને ઉપરની સપાટી ૭૪.૫૨ થયો હતો. જોકે, ડૉલરમાં ભારે ખરીદી જોવા મળતાં એ ઘટી ૭૪.૮૨ થઈ દિવસના અંતે ૭૪.૬૮ની સપાટીએ બંધ આવ્યો હતો. આમ, રૂપિયો આગળના દિવસથી બે પૈસા વધીને બંધ આવ્યો હતો
દરમિયાન, વૈશ્વિક બજારમાં ડૉલર સતત ઘટી રહ્યો છે. કોરોના વાઇરસના વધી રહેલા કેસની સામે રોકાણકારો ઇલાજની પ્રગતિ પર ધ્યાન રાખી રહ્યા છે અને જોખમ ઉઠાવી શૅરબજાર અને ઇમર્જિંગ ઇકૉનૉમીમાં રોકાણ કરી રહ્યા હોવથી ડૉલર સતત ઘટી રહ્યો છે. વૈશ્વિક છ ચલણો સામે ડૉલરનું મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ ગઈ કાલે ૦.૭૧ ટકા ઘટી ૯૬.૬૦૦ની સપાટી પર છે, જે છેલ્લા દિવસની સૌથી નીચી સપાટી દર્શાવે છે.

business news