ટ્રેડ-વૉરનું ભાવિ અધ્ધરતાલ હોવાથી સોનું રેન્જબાઉન્ડ

13 February, 2019 09:18 AM IST  |  | મયૂર મહેતા

ટ્રેડ-વૉરનું ભાવિ અધ્ધરતાલ હોવાથી સોનું રેન્જબાઉન્ડ

બુલિયન બુલેટિન

અમેરિકા-ચીન વચ્ચે છેલ્લા છ મહિનાથી ચાલી રહેલી ટ્રેડ-વૉરને ખતમ કરવા માટે બન્ને દેશો વચ્ચે ત્રણ મહિનાથી મંત્રણાના અનેક દોર કોઈ પણ નિર્ણય વગર પૂરા થયા હતા. હવે માર્ચ મહિનાની ડેડલાઇન નજીક આવી ગઈ હોવા છતાં સમાધાનના કોઈ સંકેત મળતા નથી. આ સંજોગોમાં ઇકૉનૉમિક ગ્રોથ, કરન્સી અને સોના-ચાંદીની માર્કેટનું ભાવિ પણ અધ્ધરતાલ બન્યું હોવાથી સોનું રેન્જબાઉન્ડ થઈ અથડાઈ રહ્યું છે. અમેરિકી ડૉલરની મજબૂતીથી વર્લ્ડ માર્કેટમાં સોનું સુસ્ત રહ્યું હતું જેને કારણે લોકલ માર્કેટ મુંબઈમાં સોનું ૬૦ રૂપિયા ઘટીને પ્રતિ ૧૦ ગ્રામના ૩૨,૯૯૫ રૂપિયા અને દિલ્હીમાં ૧૪૫ રૂપિયા ઘટીને ૩૪,૦૮૦ રૂપિયા ભાવ બોલાયા હતા.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનો સ્મૉલ બિઝનેસ ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ઘટીને સવાબે વર્ષના તળિયે ૧૦૧.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૧૦૪.૪ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૧૦૩.૨ પૉઇન્ટની હતી. ડોનલ્ડ ટ્રમ્પ નવેમ્બર ૨૦૧૬માં ચૂંટાયા ત્યાર બાદની નીચી સપાટી આ ઇન્ડેક્સમાં જોવા મળી હતી. અમેરિકાના રિયલ એસ્ટેટ ગ્રોથ અને બિઝનેસ કન્ડિશન બીજા ક્વૉર્ટરમાં નબળી રહેવાની ધારણાએ સ્મૉલ બિઝનેસ ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ ઘટuો હતો. બ્રિટનના ૨૦૧૮ના ચોથા ક્વૉર્ટરના ગ્રોથ ડેટા નબળા આવતાં પાઉન્ડ ૦.૬ ટકા ઘટ્યો હતો. એ જ રીતે યુરો પણ ત્રણ મહિનાના તળિયે પહોંચતાં અમેરિકી ડૉલર સુધર્યો હતો. ડૉલરની મજબૂતીને કારણે સોનું રેન્જબાઉન્ડ અથડાતું રહ્યું હતું.

આ પણ વાંચો ઃ શૅરબજારમાં નરમાઈની હૅટ-ટ્રિક, મેટલ શૅર સામા પ્રવાહે રહ્યા

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકા-ચીન વચ્ચે છ મહિનાથી ચાલી રહેલી ટ્રેડ-વૉરનું ભાવિ હજી ડામાડોળ છે. માર્ચના પ્રથમ સપ્તાહની અપાયેલી ડેડલાઇન હવે ઝડપથી નજીક આવી રહી હોવાથી બન્ને દેશો હવે કોઈ સમાધાનના સ્તરે આવે એવી શક્યતા વિશ્વના ઇકૉનૉમિસ્ટો અને માર્કેટ પાર્ટિસિપન્ટો જોઈ રહ્યા છે. ડોનલ્ડ ટ્રમ્પ એક દિવસ ચાઇનીઝ પ્રાઇમિનિસ્ટર જિનપિંગને મળવાની વાત કરે છે તો બીજે દિવસે એનો ઇનકાર કરી રહ્યા હોવાથી ટ્રેડ-વૉરને ખતમ થવા વિશે અનિશ્ચિતતા વધતી જાય છે. ટ્રેડ-વૉરની અનિશ્ચિતતાને પગલે સોનું પણ દિશાવિહીન છે. હવે પછીનાં બે સપ્તાહ ટ્રેડ-વૉર અને અમેરિકન ફાઇનૅન્શિયલ શટડાઉનના નર્ણિય માટે મહkવના હોવાથી કરન્સી અને સોનાની માર્કેટમાં ઊથલપાથલ જોવા મળી શકે છે, પણ ત્યાર બાદ સોનું નિãત દિશામાં આગળ વધશે એવી ધારણા છે.