ટ્રેડવૉરના સમાધાનની શક્યતા ધૂંધળી બનતાં ઇન્વેસ્ટરો સોના તરફ વળ્યા

30 May, 2019 11:50 AM IST  |  | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ટ્રેડવૉરના સમાધાનની શક્યતા ધૂંધળી બનતાં ઇન્વેસ્ટરો સોના તરફ વળ્યા

ગોલ્ડ

અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડવૉરમાં સમાધાનની શક્યતા દિવસે ને દિવસે ધૂંધળી બની રહી છે, જેને કારણે ઇન્વેસ્ટરો હવે સ્ટોક માર્કેટ અને કરન્સી માર્કેટમાંથી નીકળી સોના તરફ શિફ્ટ થઈ રહ્યા હોવાનો સંકેત અમેરિકા અને યુરોપના ટૉપ લેવલના ઇકૉનૉમિસ્ટોએ આપ્યો હતો. અમેરિકન ટેન યર ટ્રેઝરી બૉન્ડનું યીલ્ડ ઘટીને ૨૦ મહિનાના તળિયે પહોંચતાં અમેરિકાનો ગ્રોથ પ્રોસ્પેક્ટ નબળો પડ્યો હતો, જે ગ્લોબલ સ્લોડાઉનનો સ્પક્ટ સંકેત આપતો હોઈ સોનાનું સેફ હેવન સ્ટેટસ સુધર્યું હતું. અમેરિકન બૉન્ડ યીલ્ડ ઘટતાં વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટતું અટકીને રેન્જબાઉન્ડ રહ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાના ટૉપ લેવલનાં ૨૦ સિટીના હોમ પ્રાઇસનો ઇન્ડેક્સ માર્ચમાં ૨.૭ ટકા વધ્યો હતો જે ફેબ્રુઆરીમાં ત્રણ ટકા વધ્યો હતો અને માર્કેટની ધારણા ૨.૬ ટકા વધારાની હતી, આ ઇન્ડેક્સનો વધારો છેલ્લા સાડા છ વર્ષનો સૌથી નીચો હતો. અમેરિકામાં સિંગલ ફૅમિલી હોમના પ્રાઇસ માર્ચમાં ૦.૧ ટકા વધ્યા હતા, જે ફેબ્રુઆરીમાં ૦.૪ ટકા વધ્યા હતા અને માર્કેટની ધારણા ૦.૨ ટકા વધારાની હતી, સિંગલ ફૅમિલી હોમ પ્રાઇસમાં માર્ચમાં થયેલો વધારો છેલ્લાં બે વર્ષનો સૌથી નીચો વધારો હતો. આમ, અમેરિકામાં હાઉસિંગ માર્કેટનો ગ્રોથ ટ્રેડવૉરની અસરે ધીમો પડી રહ્યો હોવાનો સંકેત આ બે ઇન્ડિકેટર પરથી મળી રહ્યો છે. ટ્રેડવૉરની અસરે અમેરિકન ટેન યર ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ ૪.૯ બેઝિક પૉઇન્ટ ઘટીને ૨૦ મહિનાની નીચી સપાટીએ ૨.૨૭૧ ટકા થયો હતા. યુરો એરિયાનો ઇકૉનૉમિક સેન્ટિમેન્ટ ઇન્ડિકેટર મેમાં વધીને ૧૦૫.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે એપ્રિલમાં ૧૦૩.૯ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૧૦૪ પૉઇન્ટની હતી. અમેરિકાના ઇકૉનૉમિક ઇન્ડિકેટરો પ્રમાણમાં નબળા આવતાં ડોલર ઘટ્યો હતો અને સોનું ઘટતું અટકીને રેન્જબાઉન્ડ રહ્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવૉર લંબાઈ જવાની શક્યતા વધતાં એશિયન સ્ટૉક માર્કેટ ફરી ઘટ્યાં હતાં. અમેરિકા-યુરોપના કેટલાંક ઍનૅલસ્ટો માની રહ્યા છે કે ટ્રેડવૉરને કારણે સ્ટૉક માર્કેટમાં વૉલાટિલિટી સતત વધી રહી છે તેમ જ છ કરન્સીની બાસ્કેટમાં ડૉલર ઇન્ડેક્સની વધ-ઘટ વધી રહી હોઈ ઇન્વેસ્ટરોને ગોલ્ડમાં સ્ટ્રૉન્ગ ગ્રોથ દેખાવા લાગ્યો છે. ખાસ કરીને અમેરિકા-ઈરાન વચ્ચેનું ટેન્શન અને યુરોપિયન યુનિયનના નેતાઓનો ઇટલી સાથે વધી રહેલો વિવાદ આવનારા દિવસોમાં જો ગ્લોબલ સ્લોડાઉનનો ભય વધારશે તો સોનાનું સેઇફ હેવન સ્ટેટ્સ ઘણું જ ઊંચુ જશે. હાલ ટ્રેડવૉરની અસર અમેરિકન ઇકૉનૉમી વર્સિસ વેસ્ટર્ન કન્ટ્રીઝની ઇકૉનૉમી, કોને વધારે થાય છે? તે નિશ્ચિત ન હોઈ સોનાના તેજીનું ભાવિ ડામડોળ થયું છે.

આ પણ વાંચો : ટ્વિટર યુઝરે IRCTCને ટ્રોલ કરવાની કોશિશ કરી તો મળ્યો જવાબ

ગોલ્ડ સ્મગલિંગ કરતા ફૉરેનર્સને જેર કરવા વધુ કડક કાયદાનો અમલ

દેશમાં ગોલ્ડ સ્મગલિંગના કિસ્સા ઝડપથી વધી રહ્યા હોવાથી કસ્ટમ ડિપાર્ટમેન્ટે હાલની ગાઇડલાઇનમાં મોટા ફેરફાર કરીને ફૉરેનર્સ ફરતે ગાળિયો વધુ કડક બનાવ્યો છે. હવેથી ગોલ્ડ સ્મગલિંગ કરતાં જે ફૉરેનર્સ પકડાય તેની પર સજાની કાર્યવાહી ઝડપી બનાવીને તે કોઈ પણ રીતે છટકી ન જાય તેવો કાયદો ઘડ્યો છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટની જાણમાં આવ્યું છે કે ફૉરેનર્સ સ્મગલિંગ કરતા પકડાયા બાદ તેમને જામીન મળ્યા બાદ મોટા ભાગે આવા ફૉરેનર્સ પકડાતા નથી. નવી ગાઇડલાઇન પ્રમાણે ફૉરેનર્સ સ્મગલિંગ કરતાં પકડાશે તો તેમના પર તરત જ કાર્યવાહીની જોગવાઈ કરાય છે. ૨૦૧૮માં ગોલ્ડ સ્મગલિંગના કિસ્સામાં અગાઉનાં વર્ષની સરખામણીમાં ૫૮ ટકાનો વધારો નોંધાયો હતો.

business news