ટ્રેડવૉરમાં અમેરિકા-ચીને શસ્ત્રો સજાવતાં સોનું રેન્જબાઉન્ડ

31 May, 2019 10:27 AM IST  |  મુંબઈ | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ટ્રેડવૉરમાં અમેરિકા-ચીને શસ્ત્રો સજાવતાં સોનું રેન્જબાઉન્ડ

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવૉર દિવસે ને દિવસે આક્રમક બની રહી છે. ટ્રમ્પે ચીન સાથે ટ્રેડડીલ નહીં કરવાની કમેન્ટ કરતાં ચીને અમેરિકાને ભીડવવા નવો આક્રમક વ્યૂહ અપનાવ્યો છે. હાલ વલ્ર્ડમાં રૅરઅર્થના ઉત્પાદન અને એક્સર્પોટમાં ચીનની મોનોપૉલી છે અને અમેરિકાની ૮૦ ટકા રૅરઅર્થની જરૂરિયાત ચીન પૂરી કરતું હોવાથી હવે ચીને રૅરઅર્થની એક્સર્પોટ બંધ કરવાનું શસ્ત્રા ઉગામ્યું છે. ચાઇનીઝ વાઇસ ટ્રેડ મિનિસ્ટરે ટ્રમ્પના ટ્રેડડીલ ન કરવાના નર્ણિયને ઇકૉનૉમિક ટેરરિઝમ ગણાવીને નવો હુમલો કર્યો હતો. આમ, ટ્રેડવૉરે નવું સ્વરૂપ લેતાં અનિશ્ચિતતાના વાતાવરણમાં સોનું રેન્જબાઉન્ડ રહ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકામાં વીતેલા સપ્તાહ દરમ્યાન મૉર્ગેજ ઍપ્લિકેશનમાં ૩.૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જેમાં અગાઉના સપ્તાહે ૨.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને રિફાઇનૅન્સ ઍપ્લિકેશનમાં ૦.૬ ટકાનો અને મકાન ખરીદવા માટેની લોનમાં ૧.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બૅન્ક ઑફ કૅનેડાએ પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખવાનો નર્ણિય લીધો હતો, બૅન્ક ઑફ કૅનેડાએ લાંબા સમયથી ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખ્યા છે, કારણ કે ટ્રેડવૉર, ઑઇલ માર્કેટ અને ગ્લોબલ ટ્રેડ એન્વાયર્નમેન્ટ લાંબા સમયથી વૉલેટાઇલ છે. ચીન અને અમેરિકા વચ્ચેની ટ્રેડવૉર હવે આક્રમક બનીં હોવાથી તમામ સ્ટૉક ઇન્ડેક્સ તૂટuા હતા અને ડૉલર ઑલમોસ્ટ સ્ટેડી રહ્યો હતો. ટ્રેડવૉરના ડેવલપમેન્ટની રાહે સોનું પણ રેન્જબાઉન્ડ રહ્યું હતું.

આ પણ વાંચોઃ રિલાયન્સ કૅપિટલમાં મિલકતો વેચી રહ્યા પછી અનિલ અંબાણી પાસે શું બચશે

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકાને ટ્રેડવૉરમાં ભીડવવા ચીને હવે રૅરઅર્થની એક્સર્પોટને નિયંત્રિત કરવાનો નર્ણિય લીધો છે. અમેરિકા એક તબક્કે રૅરઅર્થના ઉત્પાદનમાં વિશ્વમાં મોનોપૉલી ધરાવતું હતું, પણ ચીને રૅરઅર્થના પ્રોડક્શનમાં ટૂંકા ગાળામાં ઝડપી પ્રગતિ કરીને અમેરિકાને ઘણું જ પાછળ છોડી દીધું છે. હાલ અમેરિકા વાર્ષિક ૧.૨૦ લાખ ટન રૅરઅર્થનું પ્રોડક્શન કરે છે તેની સામે અમેરિકામાં માત્ર ૧૫૦૦ ટનનું જ ઉત્પાદન થાય છે. ખાસ કરીને ઇલેક્ટ્રિકલ વેહિકલ, ડ્રૉન, રોબોટ વગેરે આધુનિક સંસાધનોના ઉત્પાદનમાં વપરાતાં મૅગ્નેટ રેરઅર્થમાંથી બને છે. ચાઇનીઝ રૅરઅર્થની એક્સર્પોટ અમેરિકામાં અટકી જાય તો અમેરિકન ડિફેન્સ સેક્ટરને મોટો માર પડી શકે છે. અમેરિકાના ડિફેન્સ સેક્ટરે ટ્રમ્પ ઍડમિનિસ્ટ્રેશનને લોકલ રૅરઅર્થ પ્રોડક્શન વધારવાની તૈયારી કરવાનું જણાવી દીધું છે. ચીનના વિકલ્પે અમેરિકાએ ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, વિયેટનામ, મ્યાનમાર અને ભારતથી રૅરઅર્થની ઇમ્ર્પોટ વધારવી પડે, પણ તે માટે સમય લાગી શકે તેમ હોવાથી હાલ ચીને અમેરિકાને ટ્રેડવૉરમાં બરોબરનું ભીડવ્યું હોવાથી આવનારા દિવસોમાં ઘણાં નવાં ડેવલપમેન્ટ જોવા મળશે, જે સોનાના માર્કેટનું ભાવિ નક્કી કરશે.

business news china united states of america donald trump xi jinping