ટ્રેડવૉરની અનિશ્ચિતતા વધતાં સોનું રેન્જબાઉન્ડ

14 May, 2019 10:27 AM IST  |  મુંબઈ | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ટ્રેડવૉરની અનિશ્ચિતતા વધતાં સોનું રેન્જબાઉન્ડ

ગોલ્ડ

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉરને ખતમ કરવાની મંત્રણા નિષ્ફળ રહેતાં ફરી ડ્યુટી યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. જો ટ્રેડવૉર આગળ વધશે તો ગ્લોબલ સ્લોડાઉનની શક્યતા વધતાં તમામ સ્ટૉક ઇન્ડાઇસિસ ઘટ્યા હતા તેમ જ ચાઇનીઝ યુઆન, ઑસ્ટ્રેલિયન ડૉલર વગેરે કરન્સી પણ નબળી પડી હતી. ટ્રેડવૉર લંબાતાં સોનું અને ડૉલર બન્નેમાંથી કોનું સેફ હેવન સ્ટેટસ વધશે તે બાબતે કશમકશ વધતાં સોનું દિશાવિહીન બન્યું હતું અને કોઈ પણ જાતની વધ-ઘટ વગર રેન્જબાઉન્ડ રહ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાની બજેટ સરપ્લસ એપ્રિલમાં ૧૬૦ અબજ ડૉલર ઘટીને ૧૬૦ અબજ ડૉલરે પહોંચી હતી, જે એક વર્ષ અગાઉ ૨૧૪ અબજ ડૉલર હતી. અમેરિકાનું ઇન્ફલેશન વાર્ષિક ધોરણે એપ્રિલમાં બે ટકા વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૧.૯ ટકાએ પહોંચ્યું હતું, જે માર્ચમાં બે ટકા હતું અને ટ્રેડની ધારણા ૨.૧ ટકાની હતી. ભારતનું ઇન્ડસ્ટિÿયલ આઉટપુટ છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રથમ વખત માર્ચમાં ૦.૧ ટકા ઘટ્યું હતું. બ્રિટનનો ગ્રોથરેટ ફસ્ર્ટ ક્વૉર્ટરમાં વધીને દોઢ વર્ષની ઊંચાઈએ ૧.૮ ટકાએ પહોંચ્યો હતો, જે અગાઉના ક્વૉર્ટરમાં ૧.૪ ટકા હતો.

ચીનનું વેહિકલ સેલ્સ એપ્રિલમાં ૧૪.૬ ટકા ઘટ્યું હતું જે સતત દસમા મહિના ઘટ્યું હતું. ચીનમાં એનર્જી‍ વેહિકલનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો હોવાથી ટ્રેડિશનલ વેહિકલનું સેલ્સ ઝડપથી ઘટી રહ્યું છે. ૨૦૧૯ના પ્રથમ ચાર મહિનામાં વેહિકલ સેલ્સ ૧૨.૧ ટકા ઘટ્યું હતું તેની સામે નવાં એનર્જી‍ વેહિકલનું સેલ્સ ૫૯.૮ ટકા વધ્યું હતું. ટ્રેડવૉરની અનિિતતાને પગલે સોનું રેન્જબાઉન્ડ રહ્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડવૉરને ખતમ કરવાના તમામ પ્રયાસો નાકામિયાબ નીવડતાં ટ્રમ્પે બાકી રહેલી તમામ ચાઇનીઝ પ્રોડક્ટ પર ઇમ્ર્પોટ ડ્યુટી લાગુ પાડવાનો આદેશ ટ્રેડચીફને આપ્યો હતો. અગાઉ ટ્રમ્પે ૨૦૦ અબજ ડૉલરની ચાઇનીઝ પ્રોડક્ટ પર ૧૦ ટકા ઇમ્ર્પોટ ડ્યુટી વધારીને ૨૫ ટકા કરી હતી. ટ્રેડવૉર બાબતે અમેરિકાએ ચીનને જૂના રૂલ્સ ચેન્જ કરવા દબાણ કર્યું હતું તેની સામે ચીને રૂલ્સ ચેન્જ કરવાનો ઇનકાર કરતાં તમામ મંત્રણાઓ પડી ભાંગી હતી અને બન્ને પક્ષ તરફથી લડાઈ લડવાનાં શસ્ત્રો સજાવવાનાં ચાલુ થયાં હતા. જો ટ્રેડવૉર ચાલુ રહે તો ગ્લોબલ સ્લોડાઉનનો ભય વધે, ડૉલરનું સેફ હેવન સ્ટેટસ પણ વધે અને વર્લ્ડની અનેક કરન્સીઓ નબળી પડતાં ડૉલરની મજબૂતી વધે. આ તમામ શક્યતાઓ સોના પર બેતરફી અસર કરી શકે તેમ હોવાથી હાલના તબક્કે આકાર લઈ રહેલી ઘટનાઓ પર નજર રાખીને તેનો ક્યાસ કાઢવા સિવાય કોઈ નવો વેપાર ગોઠવવો જોખમી બની શકે છે.

business news