અમેરિકી ડૉલર બે વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનામાં ઘટાડો નોંધાયો

25 April, 2019 10:39 AM IST  |  દિલ્હી | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકી ડૉલર બે વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનામાં ઘટાડો નોંધાયો

અમેરિકાના હોમસેલ્સના ડેટા દોઢ વર્ષની ઊંચાઈએ પહોંચતાં તેમ જ હોમસેલ્સમાં સતત ત્રીજે મહિને વધારો જોવા મળતાં ડૉલર ઇન્ડેક્સ બે વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો, વળી એશિયન સ્ટૉક માર્કેટ અને અમેરિકન સ્ટૉક માર્કેટ સુધરતાં સોનામાં પ્રૉફિટ-બુકિંગ વધ્યું હતું અને સોનાના ભાવ વધુ ઘટ્યા હતા.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકામાં નવાં મકાનોનું વેચાણ માર્ચમાં ૪.૫ ટકા વધીને દોઢ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું. જોકે માર્કેટની ધારણા નવાં મકાનોના વેચાણમાં ૨.૫ ટકા ઘટાડાની હતી. અમેરિકામાં નવાં મકાનોનું વેચાણ સતત ત્રીજે મહિને વધ્યું હતું. અમેરિકામાં રહેણાક મકાનોના ભાવ ફેબ્રુઆરીમાં ૦.૩ ટકા વધ્યા હતા, જે જાન્યુઆરીમાં ૦.૬ ટકા વધ્યા હતા અને માર્કેટની ધારણા ૦.૩ ટકા વધારાની હતી. એશિયન સ્ટૉક માર્કેટ બુધવારે સુધર્યા હતા અને અમેરિકાના સ્ટૉક ઇન્ડેક્સ મંગળવારે ઓવરનાઇટ ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચતાં ડૉલર ઇન્ડેક્સ બે વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા. અમેરિકી ડૉલર અને સ્ટૉક માર્કેટ બુલિશ રહેતાં સોનામાં વેચવાલી વધી હતી અને વર્લ્ડ માર્કેટમાં સોનું નવેસરથી ચાર મહિનાના તળિયે ૧૨૬૫.૯૦ ડૉલર સુધી ઘટ્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

રશિયન પ્રેસિડન્ટ પુતીન અને નૉર્થ કોરિયન પ્રીમિયર કિમ જોંગ ગુરુવારે રશિયન પૅસેફિક ર્પોટ પર મળવાના છે. આ મીટિંગમાં નૉર્થ કોરિયાના ન્યુક્લિયર પ્રોગ્રામ અંગે ચર્ચા થશે. અમેરિકા અને નૉર્થ કોરિયા વચ્ચે ન્યુક્લિયર પ્રોગ્રામ અંગે સમજૂતી થયા બાદ હાલ વિવાદો વધી રહ્યા હોવાથી આ મીટિંગનું મહત્વ અનેકગણું છે. આ મીટિંગ બાદ એવી કોઈ જાહેરાત થાય કે જેનાથી ટ્રમ્પ ઉશ્કેરાય અને કોઈ આક્રમક પગલું ભરે તો જિયોપૉલિટિકલ ક્રાઇસિસ વધી શકે છે અને સોનામાં તેજી થવાનું નવું કારણ ઊભું થઈ શકે છે. અમેરિકાના ફસ્ર્ટ ક્વૉર્ટરના ગ્રોથરેટના ડેટા શુક્રવારે જાહેર થવાના છે, ઇકૉનૉમિસ્ટો આ ડેટા અંગે મતભેદ ધરાવતા હોવાથી ધારણાથી નીચા આવશે તો પણ સોનાની તેજીને સર્પોટ મળી શકે તેમ છે. આમ, ચાલુ સપ્તાહના અંતે સોનાના ભાવની દિશા વધુ સ્પક્ટ થશે.

આ પણ વાંચોઃ 2 મહિના GST રિટર્ન ફાઈલ નહીં કરો તો નહીં મળે ઈ વે બિલ્સઃનાણા મંત્રાલય

પ્લેટિનમના ભાવ નીચા હોવાથી અક્ષયતૃતીયાની ખરીદીમાં સોના સાથે હરીફાઇ વધશે

પ્લેટિનમનો ક્રેઝ ભારતીય માર્કેટમાં, ખાસ કરીને યુવાનોમાં ઝડપથી વધી રહ્યો છે. આ વર્ષે અક્ષયતૃતીયાની ખરીદીમાં સોના કરતાં પ્લેટિનમનો ભાવ ૧૮ ટકા નીચો હોવાથી બન્ને કીમતી ધાતુઓની ખરીદીમાં હરીફાઇ વધશે. યુવાનોમાં પ્લેટિનમનાં બ્રેસલેટ અને ચેઇનનો ક્રેઝ વધતાં છેલ્લા એક વર્ષમાં પ્લેટિનમની ખરીદીમાં ૪૦ ટકા વધારો નોંધાયો હતો, જે અક્ષયતૃતીયાની ખરીદીમાં પણ ચાલુ રહેવાની ધારણા છે. ચાલુ વર્ષે ૭મી મેએ અક્ષયતૃતીયાની ખરીદીમાં કદાચ સોના કરતાં પ્લેટિનમની ખરીદી વધી જવાની જ્વેલરોને આશા છે. હાલ ભારતીય માર્કેટમાં પ્લેટિનમનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૨૬,૭૩૦ રૂપિયા ચાલે છે એની સામે સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૨,૬૫૦ રૂપિયા ચાલે છે. એપ્રિલ-૨૦૧૮થી ફેબ્રુઆરી ૨૦૧૯ દરમ્યાન ભારતમાં પ્લેટિનમની ઇમ્ર્પોટ ગત વર્ષ કરતાં ૬.૪૧ ટકા વધીને ૪૧૮.૫૮ કરોડ રૂપિયા નોંધાઈ હતી. માત્ર ફેબ્રુઆરીમાં પ્લેટિનમની ઇમ્ર્પોટ ૩૪.૫૯ ટકા વધી હતી.

news