Budget 2020: દેશનું પહેલું બુલિયન એક્સચેન્જ ગુજરાતમાં બનશે

02 February, 2020 07:39 AM IST  |  New Delhi

Budget 2020: દેશનું પહેલું બુલિયન એક્સચેન્જ ગુજરાતમાં બનશે

ગોલ્ડ

ભારતના બજેટ ૨૦૨૦માં ગુજરાત માટે ખાસ પૅકેજ જાહેર કરવામાં આવ્યાં છે. ધોળાવીરા, બુલેટ ટ્રેન અંગે પણ ખાસ પૅકેજ જાહેર કરાયું. વળી ગુજરાત મોડલથી રાજ્યમાં રક્ષાશક્તિ અને ફોરેન્સિક યુનિવર્સિટીઓ વિકસાવવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં ઇન્ટરનૅશનલ બુલિયન એક્સચેન્જ ઉપરાંત ગોલ્ડ રિફાઇનિંગ અને ટેસ્ટિંગ લૅબ શરૂ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદના લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનાવવાની તથા કચ્છ જિલ્લામાં આવેલા ધોળાવીરાને આર્કિયોલૉજિકલ સાઇટ તરીકે રીડેવલપ કરાશે.

બુલેટનું કામ બુલેટની ગતિથી

મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ યુદ્ધના ધોરણે વધારવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે ખાસ પૅકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ટૂરિઝમ વિકાસ માટે ખાસ પૅકેજ

ગુજરાતમાં ટૂરિઝમના વિકાસ માટે પણ બજેટમાં ખાસ જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત ઐતિહાસિક સ્થળો અને પુરાતત્વ ખાતા માટે ખાસ યોજનાઓ જાહેર કરવામાં આવી છે.

કલ્ચર મ્યુઝિયમની જાહેરાત

ગુજરાતમાં સાંસ્કૃતિક મ્યુઝિયમ અંગે પણ બજેટમાં જાહેરાત કરાઈ છે. આ માટે ગુજરાતનું ધોળાવીરા સામેલ છે.

દરિયાઈ મ્યુઝિયમની તૈયારી

દ્વારકામાં અન્ડર વૉટર મ્યુઝિયમ બનાવવા અંગે પણ સરકારી બજેટમાં અગત્યની જાહેરાત છે

આ પણ વાંચો : મિશન એજ્યુકેશન : શિક્ષણ ક્ષેત્રમાં પણ હવે એફડીઆઈ

ગુજરાત મોડલ તરીકે રજૂ કરાયું

રાજ્ય પોલીસ અને ફોરેન્સિક સાયન્સને મજબૂત બનાવવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષાશક્તિ યુનિવર્સિટી શરૂ કરી હતી. જેને આગળ ધપાવવા માટે નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ બનેલી કેન્દ્ર સરકારના નાણાપ્રધાને આજે ગુજરાત પેટર્નથી દેશનાં અન્ય રાજ્યોમાં પણ આતંકવાદ, ઘૂસણખોરી અને સાયબર ક્રાઈમને નાથવા માટે ફોરેન્સિક યુનિવર્સિટી અને પોલીસ યુનિવર્સિટી શરૂ કરવાની જાહેરાત કરી છે.

business news budget 2020 railway budget nirmala sitharaman