Budget 2020 Income Tax Slabs: સરકારે કરી નવા IT સ્લેબની જાહેરાત

01 February, 2020 02:02 PM IST  |  Mumbai Desk

Budget 2020 Income Tax Slabs: સરકારે કરી નવા IT સ્લેબની જાહેરાત

બજેટ 2020માં સરકારે આસા પ્રમાણે જ મિડલ ક્લાસના કરદાતાઓને મોટી રાહત આપવામાં આવી છે. નવા સ્લેબની જાહેરાત કરતાં નાણાંમંત્રીએ પાંચ લાખ રૂપિયા સુધીની આયને ટેક્સ ફ્રી કરી દીધી છે.

નવી ટેક્સ સ્લેબ પ્રમાણે,
1. 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતાં કરદાતાઓને હવે કોઇપણ ટેક્સ પેમેન્ટ કરવાનું નહીં હોય, જૂની વ્યવસ્થામાં આ રકમ 2.5 લાખ રૂપિયા હતી.

2. 5થી 7.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 10 ટકા કર ચૂકવવું પડશે.

3. 7.5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની કમાણી પર 15 ટકા ટેક્સ પે કરવાનું રહેશે. જૂની વ્યવસ્થામાં આ કરનો દર 20 ટકા હતો.

4. 10 લાખ રૂપિયાથી 12.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવારાને નવી ટેક્સ વ્યવસ્થામાં 20 ટકાનું પેમેન્ટ કરવાનું રહેશે, જે પહેલા 30 ટકા હતું.

5. 12.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર હવે 25 ટકા પેમેન્ટ કરવાનું રહેશે.

ઇનકમ ટેક્સના જૂના સ્લેબમાં જ્યાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઇ ટેક્સ આપવો પડતો ન હતો, તો 2.5-5 લાખ રૂપિયાની આવક પર 5 ટકા કર આપવો પડે છે. 5-10 લાખ રૂપિયાના ટેક્સ સ્લેબ પર 20 ટકા, જ્યારે 20 લાખ રૂપિયાથી બે કરોડ રૂપિયાની વાર્ષિક આવક ધરાવનારા વ્યક્તિને 30 ટકા કર આપવું પડે છે. 2 કરોડથી વધારે કમાણી કરનારા વ્યક્તિને 35 ટકા ટેક્સ ભરવું પડે છે.

નોંધનીય છે કે પેનલ ડાયરેક્ટર ટેક્સ કોડએ ટેક્સ સ્લેબનો વિસ્તાર વધારવાની ભલામણ કરી હતી. ગયા બજેટમાં ઇનકમ ટેક્સમાં કોઇપણ બદલાવની ભલામણ કરવામાં આવી ન હતી. જો કે, 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવનારા ટેક્સપેયર્સને 12,500 રૂપિયાનું રિબેટ આપવામાં આવ્યું હતું. 2019-20 માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનની રકમ 50,000 રૂપિયા રાખવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે બજેટમાં કરવામાં આવેલી આ જાહેરાતોથી સરકારને ઉપભોક્તા માંગ અને નિવેશને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. માંગ અને નિવેશમાં ઘટાડાને કારણે ભારતીય અર્થવ્યવસ્થાને ખૂબ જ ખરાબ સમયનો સામનો કરવો પડ્યો. જુલાઇ-સપ્ટેમ્બર ત્રૈમાસિકમાં ભારતીય અર્થવ્યવસ્થાની ગ્રોથ રેટ ઘટીને 4.5 ટકા થઈ ગઈ છે.

નબળાં આર્થિક પરિદ્રશ્યને કારણે કેટલા આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ ભારતના ગ્રોથ રેટમાં કાપ મૂકી ચૂકી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ ચાલું નાણાંકીય વર્ષ માટે ભારતના ગ્રોથ રેટને 5.8 ટકાથી ઘટાડીને 4.8 ટકા કરી દીધું છે.

business news income tax department budget 2020 national news