બજેટ 2019:ટેક્સ પેયર્સને નાણા મંત્રી પાસે આશા,3 લાખ સુધી અપાય ટેક્સ છૂટ

21 June, 2019 06:03 PM IST  | 

બજેટ 2019:ટેક્સ પેયર્સને નાણા મંત્રી પાસે આશા,3 લાખ સુધી અપાય ટેક્સ છૂટ

3 લાખ સુધી અપાય ટેક્સ છૂટ

મોદી સરકાર તેની બીજા કાર્યકાળનું પૂર્ણ બજેટ 5 જુલાઈએ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. નાણા મંત્રાલય તરફથી બજેટને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ બજેટને લઈને સતત બેઠકો કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ વખતે ફરી એકવાર ટેક્સ સ્લેબમાં છૂટ મળી શકે છે. એક્સપર્ટની સલાહ અનુસાર નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ઈનકમ ટેક્સમાં છૂટની લિમિટ વધારીને ઓછામાં ઓછી 3 લાખ કરી દેવી જોઈએ અને કંપનીઓને વૈકલ્પિક કર છૂટ આપવી જોઈએ. આમ કરવાથી ઉપભોક્તાઓ અને આર્થિક વૃદ્ધિને મદદ મળી શકે છે.

નાણા પ્રધાન બન્યા પછી સીતારમણ 5 જુલાઈએ પહેલી વાર બજેટ જાહેર કરશે. બજેટ 2019-20ને લઈને નાણા પ્રધાન અન્ય હિતધારકો સિવાયના બિઝનેસ અને ઉદ્યોગના એક્સપર્ટ સાથે પણ ઉંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરી રહ્યા છે. CII અને ફિક્કીએ પણ બજેટને લઈને તેમના વિચારોના ડિટેલ પ્રેઝન્ટેશન જમા કરાવી દિધા છે.

PWDC ઈન્ડિયાના પાર્ટનર અને લીડર કુલદીપ કુમારે PTI સાથે વાત કરતા કહ્યું હતું કે, 'ભારત વૈશ્વિક આર્થિક પરિસ્થિતિથી પ્રભાવિત થયા વગર રહી શકે નહી અને ડોમેસ્ટીક લેવલે પણ સમસ્યાઓ છે. સામાન્ય લોકો દ્વારા આ બજેટથી ઘણી આશા રાખવામાં આવી છે.'

આ પણ વાંચો: Facebook પર આ બેન્કે લગાવ્યો કોપી કરવાનો આક્ષેપ

ફેબ્રુઆરીમાં જાહેર કરાયેલા બજેટમાં સરકારે ટેક્સ સ્લેબમાં કોઈ પણ બદલાવ વગર 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારા લોકોને ટેક્સની છૂટ આપવામાં આવી હતી. આ પગલાનો ફાયદો 5 લાખ કરતા ઓછી આવક ધરાવનારા લોકોને થઈ રહ્યો છે. કુલદીપ કુમારે કહ્યું હતું કે, સરકારે આધારભૂત છૂટની સીમા 2.5 લાખથી વધારીને 3 લાખ રૂપિયા કરી દેવી જોઈએ

Budget 2019 business news gujarati mid-day