બીએસએનએલ નવેમ્બરથી 4G નેટવર્ક શરૂ કરશે

04 October, 2022 03:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૮ મહિનામાં લગભગ ૧.૨૫ લાખ સાઇટ શરૂ કરાશે

પ્રતીકાત્મક તસવીર

સરકારી માલિકીની ટેલિકૉમ કંપની બીએસએનએલ નવેમ્બરથી 4G નેટવર્ક શરૂ કરશે અને આવતા વર્ષે ઑગસ્ટ સુધીમાં એને ધીમે-ધીમે 5Gમાં અપગ્રેડ કરશે, એમ કંપનીના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

બીએસએનએલના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર પી. કે. પુરવારે ઇન્ડિયા મોબાઇલ કૉન્ગ્રેસમાં જણાવ્યું હતું કે કંપની ૧૮ મહિનામાં લગભગ ૧.૨૫ લાખ 4G મોબાઇલ સાઇટ શરૂ કરવાની યોજના ધરાવે છે.

પુરવારે કહ્યું કે પ્રથમ રોલ આઉટ (આયોજિત 4G નેટવર્કનું) નવેમ્બરમાં થવું જોઈએ.

કંપની નેટવર્કમાં સ્વદેશી રીતે વિકસિત 4G ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવા માટે આઇટી અગ્રણી ટીસીએસ અને રાજ્ય સંચાલિત ટેલિકૉમ સંશોધન અને વિકાસ સંસ્થા સી-ડોટની આગેવાની હેઠળના કન્સોર્ટિયમ સાથે ચર્ચા કરી રહી છે.

business news bsnl