BSNL આ 10 રાજ્યોમાં શરૂ કરશે 4G સર્વિસ, સિમ અપડેટ કરવા પર મળશે 2GB ફ્રી

24 December, 2018 01:23 PM IST  | 

BSNL આ 10 રાજ્યોમાં શરૂ કરશે 4G સર્વિસ, સિમ અપડેટ કરવા પર મળશે 2GB ફ્રી

નૉકિયા અને ભારત સંચાર નિગમ લિમિટેડ મળીને દેશના 10 સર્કલમાં 4Gની ટેસ્ટિંગ કરવાના છે.

દેશમાં 4 વર્ષ પહેલાં 4G સેવા શરૂ કરવામાં આવી હતી. દેશની બઘી પ્રાઈવેટ કંપનીઓ આ સમયે 4G સેવાઓ આપી રહી છે પણ BSNL હાલ કેટલાક સર્કલમાં જ સેવાઓ આપી રહી છે. ભારત સંચાર નિગમ લિમિટેડની 4G સેવા આ સર્કલમાં ટેસ્ટ તરીકે શરૂ કરી દીધી છે. BSNLએ આ બાબતે નૉકિયા સાથે કરાર કર્યા છે નૉકિયા અને ભારત સંચાર નિગમ લિમિટેડ મળીને દેશને 10 સર્કલમાં 4Gની ટેસ્ટિંગ કરવાના છે. BSNLએ ગયા મહિને જ ગુજરાતમાં પોતાની 4G સેવાની ટેસ્ટિંગ શરૂ કરી હતી. આવનાર સમયમાં કંપની દેશના અન્ય 19 ટેલિકૉમ સર્કલમાં પણ આ સેવા શરૂ કરી શકે છે.

BSNL જે 10 રાજ્યોમાં પોતાની 4G સેવા શરૂ કરવાની છે તેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ અને તેલંગણા શામેલ છે. આ રાજ્યોમાં BSNL 2100 Mhz સ્પેક્ટ્રમ બેઁડ દ્વારા 4G સેવા શરૂ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે BSNLને 2100Mhz બેઁડ પર 4G સેવા શરૂ કરવા માટે લીલી ઝંડી મળી ચૂકી છે. કંપની હાલ આ બેઁડનો ઉપયોગ 3G સેવા માટે કરી રહી છે. હજી સુધી તેને 4G સ્પેક્ટ્રમમાં અપગ્રેડ નથી કરાયું. કંપની 4G સેવા માટે જેમ જેમ આ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરશે, 3G સેવાને ફેસ આઉટ કરી દેવામાં આવશે. BSNL યુઝર્સે પોતાના સિમ કાર્ડને 4Gમાં અપગ્રેડ કરવું પડશે. કંપની સિમ બદલવાનો કોઈ ચાર્જ નથી લઈ રહી અને 2GB ડેટા બેનિફિટ્સ પણ આપે છે.

મીડિયા રિપોર્ટર્સ અનુસાર 4G સેવાની ટેસ્ટિંગ દરમિયાન 24.6Mbpsની ડાઉનલોડિંગ અને 9.25Mbpsની અપલોડિંગ સ્પીડ નાખવામાં આવી છે. જો કે, હાલ BSNLના અમુક જ ગ્રાહકો જ આ સેવાનો આનંદ લઈ શકે છે. BSNL ગુજરાત અને મહારાષ્ટ્ર ટેલિકૉમ સર્કલ પછી જલ્દી જ 4G સેવાની ટેસ્ટિંગ કેરળ સહિત દેશના અન્ય સર્કલમાં પણ કરશે. આ પહેલા પણ BSNLએ 4G સેવાની શરૂઆત આંધ્રપ્રદેશના 46 જિલ્લામાં કરી છે. પરંતુ તે પણ હજી વ્યવસાયિક ધોરણે નથી. આ સિવાય કંપનીએ ગત માસે ટેક્નિકલ કંપની Ericssonની સાથે 5G ટેક્નિક માટે કરાર કર્યા છે.

 

gujarat madhya pradesh bsnl chattisgarh