બીએસઈ દ્વારા રોકાણકાર જાગરૂકતા સપ્તાહનું આયોજન

23 November, 2021 01:28 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

બીએસઈના ઇન્વેસ્ટર્સ પ્રોટેક્શન ફન્ડે જાહેર કર્યા મુજબ સેબી તથા આઇઓસ્કોના નેજા હેઠળ ૨૨થી ૨૮ નવેમ્બર સુધી વૈશ્વિક રોકાણકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

બીએસઈના ઇન્વેસ્ટર્સ પ્રોટેક્શન ફન્ડે જાહેર કર્યા મુજબ સેબી તથા આઇઓસ્કોના નેજા હેઠળ ૨૨થી ૨૮ નવેમ્બર સુધી વૈશ્વિક રોકાણકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.  
ઇન્ટરનૅશનલ ઓર્ગેનાઇઝેશન ઑફ સિક્યૉરિટીઝ કમિશન (આઇઓસ્કો) રોકાણકારોની જાગરૂકતા વધારવાની દૃષ્ટિએ આ સપ્તાહને પ્રોત્સાહન આપે છે. સેબી તેમાં સહકાર પૂરો પાડે છે.  
આ સપ્તાહ દરમ્યાન રોકાણકારો માટે વિવિધ કાર્યક્રમો થશે, જેમાં વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટેની ક્વિઝ, મહિલાઓની નાણાકીય વિષય પર ચર્ચા વગેરેનું આયોજન કરવામાં આવશે. આ તમામ દિવસોએ બીએસઈના બિલ્ડિંગને રોશનીથી શણગારવામાં આવશે એ તેની ખાસિયત હશે.  
સેબીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જી. પી. ગર્ગ અને બીએસઈના એમડી-સીઈઓ આશિષકુમાર ચૌહાણની ઉપસ્થિતિમાં બીએસઈના ઇન્ટરનૅશનલ કન્વેન્શન હોલમાં સોમવારે ઉક્ત સપ્તાહનો પ્રારંભ થયો હતો.   દરમ્યાન સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડે (સીડીએસએલ) પણ વૈશ્વિક રોકાણકાર સપ્તાહની ઉજવણી કરવાની જાહેરાત કરી છે. સીડીએસએલની વેબસાઇટ પર તેના કાર્યક્રમોની વિગતો જાહેર કરવામાં આવી છે. 

business news bombay stock exchange