બીએસઈનો ચોખ્ખો નફો ઘટ્યો : લિસ્ટિંગ-રજિસ્ટર્ડ રોકાણકારો વધ્યા

05 August, 2022 05:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૂન ક્વૉર્ટરના અંતે એક્સચેન્જની આવક ૧૯ ટકા વધી

પ્રતીકાત્મક તસવીર

બીએસઈમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા માત્ર બે વર્ષમાં બમણી વધીને હવે ૧૧ કરોડને વટાવી ગઈ છે અને હજી એમાં વધારો થઈ રહ્યો છે. બીએસઈનાં વિવિધ પ્લૅટફૉર્મ્સ ભારતીય કંપનીઓ માટે પસંદગીનાં પ્લૅટફૉર્મ્સ રહ્યાં છે. નાણાકીય વર્ષ ૨૦૨૩ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બીએસઈના પ્લૅટફૉર્મ મારફત દેશની કંપનીઓએ ઇક્વિટી બૉન્ડ્સ, કમર્શિયલ પેપર્સ, મ્યુનિસિપલ બૉન્ડ્સ ઇન્વઆઇટીઝ વગેરે મારફતે ૩.૧ લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે, એમ બીએસઈએ અખબારી યાદીમાં જણાવાયું છે.

બીએસઈ લિમિટેડના ૩૦ જૂન, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અંતે કન્સોલિડેટેડ વહેંચણીપાત્ર ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાના ૫૩.૪ કરોડ રૂપિયાથી ૧૮ ટકા ઘટીને ૪૪ કરોડ રૂપિયા થયો છે. કાર્યકારી નફાનું માર્જિન જોકે ૨૬ ટકાથી વધીને ૨૭ ટકા થયું છે. કામકાજની આવક ૧૫૭ કરોડ રૂપિયાથી ૧૯ ટકા વધીને ૧૮૬.૯૦ કરોડ રૂપિયા થઈ છે.
ઉક્ત ત્રિમાસિક ગાળામાં બીએસઈ એસએમઈ એક્સચેન્જ પર ૧૦ કંપની લિસ્ટ થઈ હતી, એ સાથે લિસ્ટેડ કંપનીઓની કુલ સંખ્યા જૂન અંતે વધીને ૩૭૭ થઈ હતી. સ્ટાર્ટ-અપ્સની સંખ્યા ૧૪ થઈ છે. એસએમઈ ક્ષેત્રે બીએસઈનો બજારહિસ્સો ૬૦ ટકારહ્યો છે.

business news bombay stock exchange share market stock market