BSEએ સાઇબર સિક્યૉરિટીને મજબૂત કરવા Si કન્સલ્ટ સાથે જોડાણ કર્યું

23 December, 2019 01:17 PM IST  |  Mumbai

BSEએ સાઇબર સિક્યૉરિટીને મજબૂત કરવા Si કન્સલ્ટ સાથે જોડાણ કર્યું

બોમ્બે સ્ટોક એક્સચેન્જ

દેશના અગ્રણી સ્ટૉક એક્સચેન્જ બીએસઈએ તેના સ્ટૉકબ્રોકર્સનાં હિતોની સલામતી અને સાઇબર સિક્યૉરિટી સર્વિસિસ મજબૂત કરવા મૅનેજ્ડ સિક્યૉરિટી સર્વિસિસ પૂરી પાડતી સી કન્સલ્ટ સાથે સમજૂતી કરાર કર્યો છે. સી કન્સલ્ટ વર્તમાન સાઇબર જોખમો સામે ઉચ્ચ કક્ષાની સલામતી પૂરી પાડે છે. એ પુણે, લંડન, દુબઈ, દોહા અને રિયાધ ખાતે મળીને ૨૦૦થી અધિક સિક્યૉરિટી એક્સપર્ટની ટીમ ધરાવે છે.

2018 ના ઉત્તરાર્ધમાં સેબીએ સ્ટૉકબ્રોકર્સ અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ માટેના સાઇબર સિક્યૉરિટી ફ્રેમવર્કની જાહેરાત કરી હતી જે મુજબની સર્વિસિસ મેમ્બર્સને પૂરી પાડવા માટેના એક ભાગીદાર તરીકે સી કન્સલ્ટની પસંદગી કરવામાં આવી છે. આ પ્રસંગે શિવકુમાર પાંડેએ કહ્યું, ‘ડેટાની અખંડિતતા અને ગોપનીયતાના ભંગ સામે રક્ષણ આપવા માટે સેબીની માર્ગદર્શિકાઓનું પાલન કરવા ઉપરાંત, બીએસઈમાં અમારો સતત પ્રયાસ સર્વોચ્ચ ટેક્નૉલૉજી અને સુરક્ષા-સેવાઓની મદદથી શૅરબ્રોકરોનાં હિતોને સુરક્ષિત કરવાનો છે. સી કન્સલ્ટેશન સાથે જોડાવાથી અમે મૂડીબજારોની ઇકોસિસ્ટમ સંબંધિત તમામ પડકારોનો સામનો વધુ સારી રીતે કરી શકીશું.’

સી કન્સલ્ટના સીઈઓ ફેરસ ટપ્પુનીએ કહ્યું, ‘સી કન્સલ્ટ અને બીએસઈ માટે આ ભાગીદારી મૂલ્યવાન અને પ્રભાવશાળી છે અને એને પગલે બીએસઈ અને બ્રોકરોને ઉદ્યોગના શ્રેષ્ઠ લોકો, પ્રક્રિયા, માળખા અને ટેક્નૉલૉજીનો લાભઅમારા પુણેમાંના મુખ્ય પ્લૅટફૉર્મ ગ્લોબલ એસઓસીના વપરાશ દ્વારા પ્રાપ્ત થશે.’

business news bombay stock exchange national stock exchange