આધાર સેવા કેન્દ્ર માટે આવી રીતે લો ઑનલાઈન અપોઈન્ટમેન્ટ,જલ્દી થઈ જશે કામ

05 September, 2019 04:07 PM IST  |  નવી દિલ્હી

આધાર સેવા કેન્દ્ર માટે આવી રીતે લો ઑનલાઈન અપોઈન્ટમેન્ટ,જલ્દી થઈ જશે કામ

આધાર માટે સેવા થઈ આસાન

લોકોની આધારકાર્ડ સાથે જોડાયેલી સમસ્યાઓના સમાધાન માટે દેશના કેટલાક શહેરોમાં આધાર સેવા કેન્દ્રો શરૂ કર્યા છે. આ સેન્ટર્સમાં નવા આધાર કાર્ડ બનાવવાની સાથે સરનામું, નામ અને જન્મતિથિ અપડેટ કરવા જેવી સુવિધાઓનો લાભ ઉઠાવી શકાય છે. હાલ UIDAI આ સેવા બેંક, પોસ્ટ ઑફિસ અને સરકારી ઑફિસમાં આપી રહ્યું છે. જે બાદ હવે દિલ્હીએ દિલ્લી, ચેન્નઈ, ભોપાલ, આગરા, હિસાર, વિજયવાડા અને ચંડીગઢમાં આધાર સેવા કેન્દ્ર શરૂ કર્યું છે. સાથે જ ભોપાલ, આગરા, હિસાર, વિજયવાડા અને ચંડીગઢમાં આધાર સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે ભોપાલ, ચેન્નઈ, પટના અને ગુવાહાટીમાં આધાર સેવા કેન્દ્ર આ મહિને શરૂ થઈ જશે. સાથે જ યૂઆઈડીએઆઈ ભોપાલ, ચેન્નઈ, પટના અને ગુવાહાટીમાં આધાર સેવા કેન્દ્ર શરૂ કરશે. સાથે જ દેશના 53 શહેરોમાં 114 આધાર સેવા કેન્દ્ર ખોલવાનું પ્લાન કરી રહ્યું છે.

UIDAI અનુસાર, આધાર સેવા કેન્દ્રની સુવિધાઓનો લાભ ઉઠાવવા માટે કોઈ પણ ઑનલાઈન અપોઈન્ટમેન્ટ લઈ શકે છે. આ એવી દ રીતે છે, જેવી રીતે પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પાસપોર્ટ સંબંધી સુવિધા માટે અપોઈન્ટમેન્ટ લેવી પડે છે. આવો જાણીએ કઈ-કઈ સુવિધાઓ માટે ઑનલાઈન અપોઈન્ટમેન્ટ લઈ શકાય છે.

આધાર સેવા કેન્દ્ર પર મળશે આ સુવિધા
નવું આધાર કાર્ડ બનાવવા માટે
નામ અપડેટ કરાવવા માટે
સરનામું અપડેટ કરાવવા માટે
બર્થ ડેટ અપડેટ કરાવવા માટે
મોબાઈલ નંબર બદલવા માટે
ઈ-મેઈલ આઈડી અપડેટ કરાવવા માટે
જેન્ડર અપડેટ કરાવવા માટે
બાયોમેટ્રિક અપડેટ કરાવવા માટે

આવી રીતે લો અપોઈન્ટમેન્ટ
સૌથી પહેલા તમારે UIDAIની વેબસાઈટ https://uidai.gov.in/ પર જવું પડશે. હવે તેમાં જઈને માય આધાર ટેબ પર ક્લિક કરો. જે બાદ બુક એન અપોઈન્ટમેન્ટ ઑપ્શન પર જાઓ.

હવે તમને અહીં સિટી લોકેશનનો ઓપ્શન દેખાશે, જેમાંથી તમારે શહેર ચૂઝ કરવું પડશે. શહેર ચૂઝ કર્યા બાદ તમારે પ્રોસેસ ટૂ બુક એન અપોઈન્ટમેન્ટ પર ક્લિક કરવું પડશે.

હવે એક નવું પેજ ખુલશે. જેમાં અલગ અલગ ઓપ્શન આવશે.

માની લો કે જો તમે આધાર અપડેટ કરવાનો ઑપ્શન ચૂઝ કરો છો તો તમે માહિતી આપશે એ રીતે એપ્લિકેશન વેરીફાઈ કરી શકશો.

ઓટીપી વેરિફિકેશન થયા બાદ તમે આપેલા ફોર્મમાં માહિતી ભરી દો. અને અપોઈન્ટમેન્ટ માટે ટાઈમ પસંદ કરી લો.

હવે અંતિમ ચરણમાં અપોઈન્ટમેન્ટની વિગતો તપાસી લો, અને સબમિટ કરી દો.

આ ઓનલાઈન અપોઈન્ટમેન્ટ બુકિંગ પ્રોસેસ સંપૂર્ણપણે ફ્રી છે.

આ પણ જુઓઃ Monal Gajjar: જાણો નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ રેવાની 'સુપ્રિયા'ને..

Aadhar business news