કરજ ઉતારવા માટે Airtelએ લીધો મોટો નિર્ણય, ફાયદાની છે ડીલ

26 May, 2020 02:03 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કરજ ઉતારવા માટે Airtelએ લીધો મોટો નિર્ણય, ફાયદાની છે ડીલ

ઍરટેલ

મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપની ઍરટેલ (Airtel)એ પોતાના દેવું ઉતારવા માટે એક મોટું પગલું લીધું છે. કંપની પોતાનું દેવું ચૂકવવા માટે પોતાની ભાગીદારી વેચવાનો નિર્ણય લઈ ચૂકી છે.

બ્લૉક ડીલ દ્વારા 1 અરબ ડૉલરની ભાગીદારી વેંચશે
ભારતી ટેલિકૉમ મંગળવારે એક સેકેન્ડરી માર્કેટ બ્લૉક ડીલ દ્વારા ભારતી ઍરટેલમાં પોતાના એક અરબ ડૉલરના શૅર વેચવાની છે. ભારતી ટેલીકૉમ, દૂરસંચાર સેવા આપતી ભારતી ઍરટેલની હૉલ્ડિંગ કંપની છે. ભારતી ઍરટેલમાં ભારતી ટેલીકૉમની 38.79 ટકા ભાગીદારી છે, જે બ્લૉક ડીલ પછી 2.75 ટકા સુધી ઘટી જશે. એક્સચેંજ ડેટા પ્રમાણે પ્રમોટરની કુલ ભાગીદારી 58.98 ટકા છે.

સિંગાપોર ટેલીકૉમ ભારતી ઍરટેલની સાથે એક રણનૈતિક ભાગીદારી છે. તે જેપી મૉર્ગન લેવડદેવડ માટે પ્લેસમેન્ટ એજન્ટ છે. નેશનલ સ્ટૉક એક્સચેંજ (એનએસઇ)માં 22 મેના ફ્લોર કિંમત 558 રૂપિયા પર ઇક્વિટી શૅર છ ટકાની છૂટ સાથે 593.20 રૂપિયાની નજીક છે.

આ ડીલ 21 માર્ચ, 2020 સુધી કુલ શૅરની 2.75 ટકા સુધી 15 કરોડ ઇક્વિટી શૅર માટે લગભગ એક અરબ ડૉલરની હશે. મૂલ્ય નિર્ધારણ પર કોઇ જ માર્ગદર્શન ત્યાં સુધી નહીં આપવામાં આવે જ્યાર સુધી 26 મે, 2020ના સ્ટૉક એક્સચેંજમાં ઇક્વિટી શૅર ક્રૉસ નહીં થાય.

business news airtel