ચીન-અમેરિકા ટ્રેડ વૉર વચ્ચે દિલ્હીમાં આજથી WTOની બેઠક

13 May, 2019 02:44 PM IST  | 

ચીન-અમેરિકા ટ્રેડ વૉર વચ્ચે દિલ્હીમાં આજથી WTOની બેઠક

16 દેશના પ્રતિનિધિઓ સામેલ આ બેઠકમાં

વર્લ્ડ ટ્રેડ ઓર્ગોનાઈઝેશનની મહત્વપૂર્ણ બેઠક દિલ્હીમાં યોજાઈ રહી છે. આ બે દિવસીય બેઠક 13 અને 14મે દરમિયાન યોજાશે જેમાં 16 વિકાસશીલ દેશોના પ્રધાનો અને અધિકારીઓ અલગ અલગ જરુરી વિષયો પર ચર્ચા કરશે. આ બે દિવસીય બેઠક એવા સમયમાં થઈ રહી છે. જ્યારે નિયમ આધારિત બહુપક્ષીય બિઝનેસને ચેલેન્જ મળી રહી છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર ચાલું છે. જ્યારે ભારત-અમેરિકા અને અન્ય ઘણા દેશોના ટેરિફને લઈને ગુચવણ ચાલી રહી છે.

16 વિકાસશીલ દેશો સાથે આજથી WTOની શરૂ થઇ બેઠક

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર આ બેઠકમાં ચીન, મિસ્ત્ર, ઈન્ડોનેશિયા, મલેશિયા. ટર્કી સહીત કુલ 16 વિકાસશીલ દેશો અને 6 સૌથી ઓછા વિકસિત દેશોના પ્રધાનો અને વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં સામેલ છે અને WTOની વ્યવસ્થાથી સાથે જોડાયેલા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

આયાતી વસ્તુઓના ટેરિફને લઇને દરેક દેશો ગૂચવણમાં છે

હાલના વર્ષોમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગોનાઈઝેશનની વ્યવસ્થા વિચલિત થઈ રહી છે. બધા જ દેશ બીજા દેશોથી આયાત થતી વસ્તુઓના ટેરિફને લઈને ગૂચવણમાં છે જેનું સૌથી મોટુ ઉદાહરણ છે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલ ટ્રે઼ડ વૉર. આ ટ્રેડ વૉરના કારણે દુનિયાભરની અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં મુકાઈ છે.

આ પણ વાંચો: ICICI-Videocon બેંક લોન મામલો, પૂછપરછ માટે ED સામે હાજર થયા ચંદા કોચર

ઉલ્લેખનીય છે કે, જૂન 2020માં કઝાકીસ્તાનમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગોનાઈઝેશનનું 12 પ્રધાનોનું સમ્મેલન યોજાવાનું છે જેના કારણે આ બેઠકો તેની તૈયારીઓના ભાગરુપે કરવામાં આવી રહી છે. આ પહેલા 2018માં દિલ્હીમાં પ્રધાનોની 2 દિવસીય મીટિંગ યોજાઈ હતી જેમાં 50 જેટલા દેશોએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિશે ચર્ચા કરી હતી.

business news