આઈટી શૅર્સમાં લેવાલીના ટેકે શૅરબજારમાં ઉછાળો

08 October, 2020 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આઈટી શૅર્સમાં લેવાલીના ટેકે શૅરબજારમાં ઉછાળો

પ્રતીકાત્મક તસવીર

ઈન્ફોર્મેશન ટેકનોલોજી (આઈટી) અને એચડીએફસી બૅન્કમાં સારી લેવાલીના ટેકે સ્થાનિક શૅરબજારો સતત છઠ્ઠા સત્રમાં વધ્યા હતા. સેન્સેક્સ 303.72 પોઈન્ટ્સ (0.76 ટકા) વધીને 40,182.67ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 95.75 (0.82ટકા) વધીને 11,834.60 બંધ રહ્યો હતો.

તાતા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસ)એ ગઈ કાલે રાતના રૂ.16,000 કરોડના શૅર્સના બાયબેકની જાહેરાત કરતા શૅરમાં ઉછાળો જોવા મળ્યો હતો. એસએન્ડપી બીએસઈ આઈટી ઈન્ડેક્સ 1000 પોઈન્ટ્સથી પણ વધુ વધ્યો હતો. ટીસીએસ સિવાય વિપ્રોએ પણ બુધવારે જાહેરાત કરી હતી કે કંપનીનું બોર્ડ બાયબેકની પ્રસ્તાવની વિચારણા કરી રહી છે, જેનો નિર્ણય 13 ઑક્ટોબરે લેવાશે.

ઈન્ટ્રા-ડેમાં માઈન્ડટ્રી અને લાર્સન એન્ડ ટુબ્રો ઈન્ફોટેકના શૅર 11 ટકા જેટલા વધ્યા હતા. તેમ જ ટીસીએસ, એચસીએલ ટેકનોલોજીસ, ઈન્ફોસિસ, એમ્ફેસિસ, સાસ્કેન ટેકનોલોજીસ, વિપ્રો, એપ્ટેક, કેપીઆઈટી ટેકનોલોજીસ, સોનાટા સોફ્ટવેર, કોફોર્જી, રેમકો સિસ્ટમ્સ અને પર્સિસન્ટ સિસ્ટમ્સના શૅર પાંચથી આઠ ટકા જેટલા વધ્યા હતા.

વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.29 ટકા વધીને 14,827 અને એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ 0.26 ટકા ઘટીને 15,010ના સ્તરે બંધ રહ્યો હતો.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી બૅન્ક 0.99 ટકા, ઓટો 0.17 ટકા, ફાઈ.સર્વિસ 0.82 ટકા, આઈટી 3.23 ટકા, મેટલ 0.21 ટકા, ફાર્મા 2.47 ટકા, પીએસયુ બૅન્ક 0.71 ટકા, પ્રાઈવેટ બૅન્ક 0.96 ટકા અને રિયલ્ટી 0.57 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી મીડિયા 0.50 ટકા અને એફએમસીજી સૂચકાંક 0.11 ટકા ઘટ્યો હતો.

sensex nifty business news