ઓટો અને એફએમસીજીના લીધે બેન્ચમાર્ક સૂચકાંકો સતત ત્રીજા સત્રમાં ઘટ્યા

30 October, 2020 03:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઓટો અને એફએમસીજીના લીધે બેન્ચમાર્ક સૂચકાંકો સતત ત્રીજા સત્રમાં ઘટ્યા

પ્રતીકાત્મક તસવીર

ઓટો અને એફએમસીજી શૅર્સના લીધે બેન્ચમાર્ક સૂચકાંકો સતત ત્રીજા સત્રમાં ઘટ્યા હતા. સેન્સેક્સ 135.78 પોઈન્ટ્સ (0.34 ટકા) ઘટીને 39,614.07 પોઈન્ટ્સ અને નિફ્ટી 28.40 પોઈન્ટ્સ (0.24 ટકા) ઘટીને 11,642.40ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ ત્રણ ટકા વધીને 24.7 બંધ રહ્યો હતો.

1322 કંપનીઓના શૅર્સ વધ્યા હતા, જ્યારે 1222 કંપનીઓના શૅર્સ ઘટ્યા હતા, તેમ જ 167 શૅર્સના ભાવ સ્થિર રહ્યા હતા. ભારતી એરટેલ, હિરો મોટોકોર્પ, આઈશર મોટર્સ, મારુતિ સુઝુકી અને એચયુએલના શૅર્સ નિફ્ટીમાં સૌથી અધિક ઘટ્યા હતા, જ્યારે અદાણી પોર્ટસ, બીપીસીએલ, કોલ ઈન્ડિયા, સન ફાર્મા અને તાતા સ્ટીલના શૅરના ભાવ સૌથી અધિક વધ્યા હતા.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં ઓટો, બૅન્ક, ફાઈ. સર્વિસ અને એફએમસીજીને બાદ કરતા દરેક સૂચકાંકો વધારે બંધ રહ્યા હતા. એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.6 ટકા વધ્યો હતો, જ્યારે એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ ફ્લેટ બંધ રહ્યો હતો.

sensex nifty business news automobiles