નવી ટોચને સ્પર્શયા બાદ શૅરબજાર અંતે ફ્લેટ બંધ

03 December, 2020 04:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નવી ટોચને સ્પર્શયા બાદ શૅરબજાર અંતે ફ્લેટ બંધ

પ્રતિકાત્મક તસવીર

બેન્ચમાર્ક સૂચકાંકો પ્રારંભના ટ્રેડિંગ સત્રમાં નવી રેકર્ડ હાઈને સ્પર્શ્યા બાદ અંતે ફ્લેટ બંધ રહ્યા હતા. સેન્સેક્સ 14.61 પોઈન્ટ્સ (0.03 ટકા) વધીને 44,632.65ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 20.10 પોઈન્ટ્સ (0.15 ટકા) વધીને 13,133.90ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ 4.5 ટકા ઘટીને 19ના સ્તરે બંધ રહ્યો હતો.

આજે 1950 કંપનીઓના શૅરભાવ વધ્યા હતા, 905ના ઘટ્યા હતા જ્યારે 166 કંપનીઓના શૅરભાવ સ્થિર રહ્યા હતા. નિફ્ટીમાં મારુતિ સુઝુકી, ઓએનજીસી, એનટીપીસી, એશિયન પેઈન્ટ્સ અને હિન્દાલકોના શૅર્સ સૌથી અધિક ઘટ્યા હતા, જ્યારે એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, એચડીએફસી બૅન્ક, ટીસીએસ, ઈન્ફોસિસ અને બજાજ ઓટોના શૅરભાવ સૌથી અધિક ઘટ્યા હતા.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં બૅન્ક, ફાઈ. સર્વિસ, આઈટી અને પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેક્સ ઘટ્યા હતા, જ્યારે રિયલ્ટી, પીએસયુ બૅન્ક, ફાર્મા, મેટલ, મીડિયા, એફએમસીજી અને ઓટો ઈન્ડેક્સ વધ્યા હતા.

business news sensex nifty