પ્રોફિટ બુકિંગને લીધે સેન્સેક્સમાં ચાર દિવસની તેજીને બ્રેક

19 November, 2020 03:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રોફિટ બુકિંગને લીધે સેન્સેક્સમાં ચાર દિવસની તેજીને બ્રેક

પ્રતીકાત્મક તસવીર

આજે આઈટી અને ફાઈનાન્શિયલ શૅર્સમં પ્રોફિટ બુકિંગને લીધે શૅરબજારમાં ચાર દિવસની તેજીને બ્રેક લાગી હતી. સેન્સેક્સ 580.09 પોઈન્ટ્સ (1.31 ટકા) ઘટીને 43,599.96ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 166.60 પોઈન્ટ્સ (1.29 ટકા) ઘટીને 12,771.70ના સ્તરે બંધ રહ્યો હતો.

આજે 1179 કંપનીઓના શૅર્સમાં વધારો થયો હતો, 1384 શૅર્સના ભાવમાં ઘટાડો થયો હતો, તેમ જ 156 કંપનીઓના શૅર્સ સ્થિર રહ્યા હતા. નિફ્ટીમાં એસબીઆઈ, કોલ ઈન્ડિયા, એક્સિસ બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક અને જેએસડબ્લ્યૂ સ્ટીલના શૅરભાવમાં ઘટાડો થયો હતો. જ્યારે પાવર ગ્રીડ કોર્પોરેશન, આઈટીસી, એનટીપીસી, તાતા સ્ટીલ અને ટાઈટન કંપનીના શૅર્સમાં વધારો થયો હતો.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં બૅન્ક ઈન્ડેક્સ ત્રણ ટકા જેટલો ઘટ્યો હતો, જ્યારે ઈન્ફ્રા અને આઈટી એક ટકા જેટલો ઘટ્યો હતો, જોકે એનર્જી અને એફએમસીજી સૂચકાંક વધારે બંધ રહ્યો હતો.

business news sensex nifty