રોકાણકાર શોધવામાં નિષ્ફળતા મળતાં બૅન્કો જેટ સામે નાદારીની કાર્યવાહી કરશ

18 June, 2019 09:13 AM IST  |  મુંબઈ

રોકાણકાર શોધવામાં નિષ્ફળતા મળતાં બૅન્કો જેટ સામે નાદારીની કાર્યવાહી કરશ

 એક સમયે દેશની સૌથી મોટી ખાનગી વિમાની સેવા ચલાવતી જેટ ઍરવેઝ સામે નૅશનલ લૉ કંપની ટ્રિબ્યુનલ (એનસીએલટી) હેઠળ નાદારીની કાર્યવાહી શરૂ કરવાનું આજે સ્ટેટ બૅન્ક અને અન્ય બૅન્કોના સમૂહે જાહેર કર્યું છે.

જેટ ઍરવેઝને બેઠી કરવા માટે કોઈ નવો ભાગીદાર તૈયાર ન થતાં અને અત્યાર સુધી આવેલી કોઈ પણ ઑફર વિશે કોઈ સહમતી ન બનતાં ધિરાણ આપનારી બૅન્કોના પ્રતિનિધિઓએ સોમવારે મળેલી બેઠકમાં નિર્ણય લીધો છે.

વિમાની કંપની માટે અમને માત્ર એક શરતી ઑફર જ મળી હતી. સમગ્ર મામલા પર વિગતવાર ચર્ચાના અંતે બૅન્કોએ જેટ ઍરવેઝ સામે અમે નાદારીની કાર્યવાહી શરૂ કરવા માટેનો નિર્ણય લીધો છે એમ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

જે ખરીદ કરનાર કંપની છે એને સેબીના કેટલાક નિયમો અંગે છૂટછાટ જોઈએ છે. આ અંગે બૅન્કોના નિર્યણ કરતાં ઇન્સૉલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્ટ્સી કોડ હેઠળ વધારે સારી રીતે ઉકેલ આવી શકે એવી ધારણાએ અમે આ નિર્ણય લીધો હોવાનું નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે.

૧૭ એપ્રિલે પોતાની વિમાની સેવા બંધ કરનાર જેટ ઍરવેઝ પર બૅન્કોનું ૮૦૦૦ કરોડ રૂપિયાથી વધારાનું દેવું છે. આ ઉપરાંત, બૅન્કો સિવાય કંપની પર અલગ-અલગ વેપારીઓના ૧૦,૦૦૦ કરોડ અને બાકી પગારના ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધારાનું દેવું છે. જેટ ઍરવેઝની કુલ એકત્ર થયેલી ખોટ ૧૩,૦૦૦ કરોડ રૂપિયા છે. ઍરલાઇન્સ બંધ થઈ એ પહેલાં બૅન્કોના સમૂહે પ્રમોટરની કુલ મૂડી દેવા સામે પોતાના નામે કરી છે એટલે બૅન્કો અત્યારે ઍરલાઇન્સમાં સૌથી મોટા શૅરહોલ્ડર છે.

આ પણ વાંચોઃ જેટ એરવેઝની મુશ્કેલીમાં વધારોઃ નાદાર જાહેર કરવા માટે બે કંપનીઓએ કરી માંગ

જેટ ઍરવેઝ પાસેથી ૫૩ લાખ રૂપિયા વસૂલવાના બાકી હોવાથી શમન વ્હીલ્સ અને ગાગર એન્ટરપ્રાઇઝ નામના બે લેણદારોએ એનસીએલટી સામે અગાઉ કેસ કર્યો છે જેની સુનાવણી ૨૦ જૂને થશે. 

jet airways business news