જેટ એરવેઝની મુશ્કેલીમાં વધારોઃ નાદાર જાહેર કરવા માટે બે કંપનીઓએ કરી માંગ

મુંબઈ(બિઝનેસ ડેસ્ક) | Jun 11, 2019, 12:55 IST

બે ઋણદાતા કંપનીઓએ જેટ એરવેઝ સામે નાદારીની પ્રક્રિયા શરૂ કરવાની NCLTનમાં અરજી દાખલ કરી છે.

જેટ એરવેઝની મુશ્કેલીમાં વધારોઃ નાદાર જાહેર કરવા માટે બે કંપનીઓએ કરી માંગ
જેટ એરવેઝ સંકટમાં

જેટ એરવેઝને ઋણ આપનાર કંપનીઓ NCLTમાં લઈ ગઈ છે. આ કંપનીઓએ જેટ એરવેઝ સામે નાદારીની પ્રક્રિયા શરૂ કરવાની અરજી નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલમાં કરી છે. આ બંને ઋણદાતાઓ છે- શમન વ્હીલ્સ અને ગાગર એંટરપ્રાઈઝિસ, ટ્રિબ્યૂનલે જેટ એરવેઝ અને તેમને શેરધારક બેંકોને નોટિસ જાહેર કરી છે અને 13 જૂને આ મામલાની સુનાવણી થશે. આ સુનાવણીમાં અરજીને સ્વીકાર કરવાની કે ફગાવવા પર નિર્ણય થશે.

જેટ એરવેઝ પર બેંકોના સમૂહોનો 8, 000 કરોડ રૂપિયાથી વધુનું ઋણ છે. આ સમૂહોમાં SBI સૌથી મોટી બેંક છે અને આ સમૂહ જ અત્યારે કંપનીનું સંચાલન કરી રહી છે. આ સિવાય આ કંપનીને અત્યાર સુધીમાં 13, 000 કરોડનું નુકસાન થઈ ગયું છે.

આ પણ વાંચોઃ ડૉલરની મજબૂતી, મેક્સિકો સાથે સમજૂતી વચ્ચે સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો

કંપની પર 10, 000 કરોડ રૂપિયા છે વધુ હજુ પણ બાકી છે અને કર્મચારીઓનું 3, 000 કરોડ રૂપિયાથી વધુનું વેતન પણ બાકી છે. કંપની માટે રોકાણકારો શોધવા બેંકનો સમૂહ પણ પ્રયાસ કરી રહ્યું છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK