હવે ATM માં રોકડ નહીં હોય તો બેંકોએ દંડ ભરવો પડશે : RBI નો આદેશ

18 June, 2019 11:09 PM IST  |  Mumbai

હવે ATM માં રોકડ નહીં હોય તો બેંકોએ દંડ ભરવો પડશે : RBI નો આદેશ

Mumbai : હવેથી બેંકોના એટીએમ લાંબા સમય સુધી કેશલેસ નહી રહે. એટલે હવે જો તમે એટીએમમાં જાઓ છો અને કેશ નહી હોવાનાં કારણે નિરાશ થઇને પરત ફરવું નહી પડે. રિઝર્વ બેંકે બેંકોને આ અંગે આકરા નિર્દેશ આપ્યા છે. મળતી માહિતી અનુસાર બેંકોને કહેવામાં આવ્યું છે કે ત્રણ કલાક કરતા વધારે સમય સુધી એટીએમ કેશલેસ રહેશે તો બેંક પર દંડ વસુલવામાં આવશે. નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં વારવાર એટીએમમાં અનેક દિવસો સુધી કેશ નહી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. લોકોને નાની નાની રકમ ઉપાડવા માટે પણ બ્રાંચમાં રહેલી લાંબી લાંબી લાઇનોમાં ઉભા રહેવું પડે છે.

બેંકોનાં એટીએમમાં લાગેલા સેંકર દ્વારા રિયલ ટાઇમ કેશની માહિતી મળે છે. બેંકોને ખબર પડે છે કે એટીએમનાં રોકડ ટ્રેમાં કેટલા પ્રમાણમાં રોકડ છે અને સરેરાશ તે એટીએમમાં થતા ટ્રાન્ઝેક્શનનાં આધારે ક્યારે રીફિલિંગની જરૂર પડશે. પરંતુ અનેક બેંકો આ કામમાં ઢીલાશ રાખે છે. અથવા તો નાના શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ કોરસ્પોન્ડટ પાસે મોકલી આપે છે. બેંકિંગ કોરસ્પોન્ડન્ટ રોકડનાં બદલે ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ વસુલે છે.

આ પણ વાંચો : યસ બેંક પુન:સ્થાપિત થવાનો તબક્કો છે : રવનિત ગિલ

સુત્રો અનુસાર ત્રણ કલાકથી વધારે સમય સુધી રોહ નહી હોય તેવી સ્થિતીમાં બેંકો પર પેનલ્ટી લગાવવામાં આવશે. આ પેનલ્ટી દર રિઝનનાં અનુસાર અલગ અલગ હશે. ગ્રામીણ વિસ્તારમાં કેશ નહી હોવાનાં કારણે વધારે ફરિયાદો સામે આવે છે. આ સ્થળો પર નાની રકમ માટે પણ ગ્રાહકોએ બ્રાંચ પર જવું પડે છે. જ્યાં પહેલાથી રહેલી લાંબી લાઇનોમાં કલાકો સુધી ઉભા રહેવું પડે છે.

business news reserve bank of india