સિંગાપોરની બેન્કના કારણે વધી શકે છે બાબા રામદેવની મુશ્કેલી

08 May, 2019 03:51 PM IST  | 

સિંગાપોરની બેન્કના કારણે વધી શકે છે બાબા રામદેવની મુશ્કેલી

પતંજલિ ખરીદવા જઈ રહ્યું છે રુચિ સોયા

બાબા રામદેવની પતંજલિ મુશ્કેલીમાં ફસાઈ શકે છે. સિંગાપોરની DBS બેન્કે પતંજલિના 'રુચિ સોયા'ને ખરીદવાના પ્રસ્તાવ સામે નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલનો દરવાજો ખખડાવવાનો નિર્ણય કર્યો છે. DBSનો દાવો છે કે, તેમને મિલકતોની યોગ્ય કિંમત મળી રહી નથી. જણાવી દઈએ કે પતંજલિ 4,350 કરોડમાં રુચિ સોયાને ખરીદવા જઈ રહ્યું છે અને DBS રુચિ સોયાના 27 લેણદારોમાંથી એક છે.

DBSએ બે વાર કંપનીને અક્સટર્નલ કમર્શિયલ ઉધાર લેવાની સુવિધા પૂરી પાડી છે. આ સુવિધાના બદલામાં DBS રુચિ સોયાની તમામ સ્થાવર મિલકતો પર પહેલો હક ધરાવે છે જેમા મેનુફેક્ચરીંગ યૂનિટ પણ સામેલ છે. રુચિ સોયાના ઉત્પાદનના પ્લાન્ટ કંડલા (ગુજરાત), ગુના, દાલોદા અને ગદરવાડા અને બારન(રાજસ્થાન)માં આવેલા છે.

NCLTમાં મંગળવાર પર થયેલી એક સુનાવણીમાં જણાવાયું હતું કે, ઓછામાં ઓછી ત્રણ સરકારી બેંક એસબીઆઈ, યુનિયન બેન્ક ઑફ ઇન્ડિયા અને બેન્ક ઓફ બરોડા પતંજલિની રુચિ સોયા ખરીદવા માટે ભંડોળ આપવામાં મદદ કરશે. જો કે આ વિશે વિગતવાર માહિતી આગળની સુનાવણીમાં કરવામાં આવશે.

આ પણ વાંચો:ચૂંટણી 2019: આ વખતે રિઝલ્ટ જાણવા ઉમેદવારોએ જોવી પડશે રાહ, આ છે કારણ

રુચિ સોયા પર 12,000 કરોડનું દેવું

રુચિ સોયા પર લગભગ 12,000 કરોડ રૂપિયાની લોન છે. કંપનીના ઘણા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. આ પ્લાનટની નજીક ન્યુટ્રેલા, મહાકોશ, સનરચિ , રુચિ સ્ટાર અને રુચિ ગોલ્ડ જેવી બ્રાન્ડ્સ છે. એનસીએલટી દ્વારા ડિસેમ્બર 2017 માં દેવાદાર સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડ અને DBS બેંકની અરજી પર રુચિ સોયાને દેવાળિયું જાહેર કરવા અને નાદારની પ્રક્રિયા માટે મોકલવામાં આવશે. આ પહેલા કંપનીના કામકાજ પર દેખરેખ રાખવા માટે શૈલેન્દ્ર અમરેજાની નિમણુંક કરવામાં આવી હતી.

business news baba ramdev