18 September, 2019 06:30 PM IST | Mumbai
Mumbai : દેશમાં ખાનગી ક્ષેત્રની ત્રીજી સૌથી મોટી બેંક એક્સિસ બેંકે ધનિક/એચએનઆઈ ગ્રાહકોને લક્ષ્યાંક બનાવવા ‘મેગ્નસ ક્રેડિટ કાર્ડ’ લોંચ કર્યું છે. આ કાર્ડ લાઇફસ્ટાઇલનાં તમામ પાસાં – ટ્રાવેલ, સ્ટે, ડાઇનિંગ, મૂવીઝ અને વેલનેસનાં તમામ પાસાંમાં પ્રીમિયમ અને બેસ્ટ-ઇન-ઇન્ડસ્ટ્રી ઓફર સાથે બનાવવામાં આવ્યું છે. આ કાર્ડ એક્સિસ બેંકનાં અને અન્ય બેંકનાં ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે.
મેગ્નસ ક્રેડિટ કાર્ડમાં અનેક સર્વિસોને આપ્યું પ્રાધાન્ય
આ કાર્ડ અપવર્ડલી મોબાઇલ કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવા ખાસ બનાવવામાં આવ્યું હોવાથી એક કેટેગરી તરીકે ‘ટ્રાવેલ’ મુખ્ય ઘટક છે. એટલે આ પ્રોડક્ટ પર એક્સક્લૂઝિવ ઓફરમાં દર વર્ષે કોમ્પ્લિમેન્ટરી ફ્લાઇટ ટિકિટ, એરપોર્ટ કન્સીર્જ સર્વિસીસ (વર્ષે આઠ સુધી) સામેલ છે. જે ગ્રાહકોને તેમની પસંદગીની કોઈ પણ એરલાઇન સાથે સતત એર ટ્રાવેલ અનુભવ આપે છે. કન્સીર્જ સર્વિસીસનો લાભ લેતાં ગ્રાહકોને એરપોર્ટ પર ઓથોરાઇઝ એજન્ટ આવકારશે, ચેક-ઇન, સીક્યોરિટી અને ઇમિગ્રેશન પ્રોસેસિસને ઝડપી બનાવશે તથા પોર્ટર અને બગી સર્વિસીસ સાથે ટ્રાવેલને ચિંતામુક્ત બનાવશે. આ એકમાત્ર પ્રોડક્ટ છે, જે આટલી પ્રાઇસ રેન્જમાં આ પ્રકારની વિશિષ્ટ ઓફર પ્રદાન કરે છે. કાર્ડ વિશિષ્ટ ડિઝાઇન પણ ધરાવે છે. લઘુતમ વર્બાયજ સાથે વર્ટિકલ, ક્લાસી અને ડિ-ક્લટર્ડ.
ભારતમાં ધનાઢ્ય પરીવારમાં થયો વધારો
ભારતમાં ધનાઢ્યોમાં વધારો થવાની સાથે ઊંચી આવક ધરાવતાં કુટુંબોમાં સતત વધારો થઈ રહ્યો છે અને દાયકામાં (2008થી 2018માં) ઉપભોગમાં 3.5 ગણો વધારો થયો છે. રૂ. 20 લાખથી વધારે આવક ધરાવતાં કુટુંબો વર્ષ 2018માં આશરે 9 મિલિયન હોવાનો અંદાજ હતો. આ સેગમેન્ટ આગામી પાંચ વર્ષમાં નોંધપાત્ર રીતે સતત વૃદ્ધિ કરશે અને બેંકિંગ ઓફરની દ્રષ્ટિએ ઘણી સેવાઓથી અવારનવાર વંચિત રહે છે. એટલે અત્યારે ઇનોવેટિવ પ્રોડક્ટ સાથે પ્રસ્તુત બજારહિસ્સાને મેળવવા રસપ્રદ તક પ્રસ્તુત થઈ છે.
આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો
એક્સિસ બેંક મેગ્નસ ક્રેડિટ કાર્ડનાં મુખ્ય ફાયદામાં સામેલ છેઃ
પ્રવાસનાં ફાયદા (સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય):
1) દર વર્ષે ફ્લાઇટની કોમ્પ્લિમેન્ટરી ટિકિટ
2) એરપોર્ટ કન્સીર્જ સર્વિસીસ (વર્ષમાં 8)
3) 8+4 ઇન્ટરનેશનલ લોંજ એક્સેસ સાથે પ્રાયોરિટી પાસ મેમ્બરશિપ
4) ડોમેસ્ટિક લોંજની અમર્યાદિત એક્સેસ
5) ઓબેરોય પ્રોપર્ટીઝમાં 15 ટકા ઓફ
6) ઓનલાઇન ટ્રાવેલ બુકિંગ્સ પર 2 ગણો રિવોર્ડ
નાણાકીય ફાયદા:
1) અન્ય કાર્ડ્સની સરખામણીમાં નીચો ફોરેક્સ
2) અન્ય કાર્ડ્સની સરખામણીમાં વ્યાજનાં નીચા દર
3) ઝીરો કેશ વિથડ્રોઅલ ફી
લાઇફસ્ટાઇલ ફાયદા (તમને ધરાવી શકો એવા અન્ય કોઈ પણ ફ્રિન્જ બેનિફિટ્સ):
1) બુકમાયશો પર બાય 1 ગેટ 1
2) ડાઇનઆઉટ પ્લસ મેમ્બરશિપ (એટલે કે ફાઇવ સ્ટાર રેસ્ટોરામાં 25 ટકા ઓફ)
3) સેકન્ડ મેડિકલ ઓપિનિયન
4) ગ્લોબલ ટ્રાવેલ અને મેડિકલ સહાય
આ પણ જુઓ : અંબાણી પરિવારમાં આ રીતે ઉજવાય છે ગણેશોત્સવ, જુઓ ફોટોઝ
રિવોર્ડ્ઝ (વહેંચવા માટે માહિતી)
1) દર રૂ. 200નાં ખર્ચ પર 12 eDGE રિવોર્ડ પોઇન્ટ
2) યાત્રા, મેકમાયટ્રિપ, ગોઆઇબિબો વગેરે ખરીદી પર 2X eDGE રિવોર્ડ પોઇન્ટ્સ