આઠ શહેરોમાં મકાનના ભાવ પાંચ ટકા વધ્યા : અહેવાલ

22 November, 2022 04:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍવરેજ ભાવ પ્રતિ ચોરસ ફુટ ૬૬૦૦-૬૮૦૦ થયા

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

પ્રૉપર્ટી બ્રોકરેજ ફર્મ પ્રૉપટાઇગર.કૉમના જણાવ્યા અનુસાર ઇન્પુટ ખર્ચમાં વધારો અને માગમાં મજબૂત પુનઃ સજીવનને કારણે આ વર્ષના પ્રથમ ૯ મહિનામાં આઠ મોટાં શહેરોમાં સરેરાશ હાઉસિંગની કિંમત લગભગ પાંચ ટકા વધી છે.

પ્રૉપટાઇગર.કૉમે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ક્વૉર્ટરના અંતે આઠ શહેરોનાં પ્રાથમિક બજારોમાં રહેણાક મિલકતોની વેઇટેડ ઍવરેજ કિંમતો પ્રતિ ચોરસ ફુટ ૬૬૦૦-૬૮૦૦ રૂપિયા હતી, જે ડિસેમ્બર ક્વૉર્ટરના અંતે ૬૩૦૦-૬૫૦૦ રૂપિયા પ્રતિ ચોરસ ફુટ હતી. આરઈએ ઇન્ડિયા, ઑસ્ટ્રેલિયાના આરઈએ ગ્રુપનો એક ભાગ અને યુએસ સ્થિત ન્યુઝ કૉર્પ, ત્રણ રિયલ એસ્ટેટ પોર્ટલ હાઉસિંગ.કૉમ, પ્રૉપટાઇગર અને મકાન.કૉમની માલિકી ધરાવે છે. જેના દ્વારા આ સર્વે હાથ ધરાયો છે.

business news